મુંબઈઃ કોરોના વાયરસ પર કાબુ મેળવવા રસી પણ બજારમાં આવી ગઈ છે. બોલીવુડ એક્ટર રણબીર કપૂરનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખુદ તેની માતાએ આ વાત જાહેર કરી છે. જેના કારણે રણબીરના ફેન્સની ચિંતા વધી ગઈ છે.
મળતી વિગત પ્રમાણે, રણબીર હાલ ક્વોરન્ટાઈન છે અને આરામ કરી રહ્યો છે. રણબીરને કોરોના થયો હોવાની વાતને લઈ તેના કાકા રણધીર કપૂરે મામલા પરથી પડદો ઉઠાવતા કહ્યું કે, હાં રણબીર કપૂર બીમાર છે અને તેને કોરોના થયો છે.
આ પહેલા રણબીરની માતા નીતૂ કપૂર પણ ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. આ દરમિયાન તેનો સાથી એક્ટર વરૂણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો હતો. આ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા વગેરે પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.