અડધી રાત્રે ચોરી-છુપીથી આલિયા ભટ્ટના ઘરે પહોંચ્યો રણબીર કપૂર, બર્થડે વિશ કરીને આપી મોટી સરપ્રાઇઝ, જુઓ VIDEO
abpasmita.in | 15 Mar 2019 12:10 PM (IST)
મુંબઇઃ બૉલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે 15 માર્ચે પોતાનો 26મો જન્મદિવસ મનાવી રહી છે. આ પ્રસંગે તેનો બૉયફ્રેન્ડ અને એક્ટર રણબીર કપૂર અડધી રાત્રે તેના ઘરે પહોંચ્યો હતો, તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રણબીર કપૂર કપૂર પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટને બર્થડે વિશ કરવા અડધી રાત્રે તેના ઘરે પહોંચ્યો હતો અને એક મોટી સરપ્રાઇઝ આપી હતી. વીડિયોમાં રણબીર કપૂર ઓવરસાઇઝ્ડ જેકેટની સાથે રેડ કલરની કારમાં ગયો હતો. નોંધનીય છે કે, આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ, 1993માં થયો હતો, અને ફિલ્મોની સફર તેને વર્ષ 2012માં 'સ્ટૂડન્ટ્સ ઓફ ધ ઇયર'થી કરી હતી. હાલમાં રણબીર કપૂર અને આલિયાની અફવા ઉપરાંત લગ્નની પણ વાતો ચાલી રહી છે.