રણબીરની 'સંજુ'ના ટ્રેલરની ઉડી મજાક, યુટ્યૂબ પર વાયરલ થયું 'Ganju'
ફિલ્મમાં ગંજાપનની સમસ્યાને લઇને શુ- શું તકલીફો થાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે કઇ કઇ તરકીબો અજમાવવામાં આવે છે. આ વીડિયો પણ યુટ્યૂબ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને 4 મિલિયનથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.
રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ' ટ્રેલર બાદ 'સંજુ' આવી ગયુ છે. ફિલ્મના ટ્રેલરનું સ્પૂફ વીડિયો બનાવવામાં આવ્યુ છે જેમાં ગંજેપનની સમસ્યાને લઇને બતાવવામાં આવ્યું છે.
હવે યુટ્યૂબ પર 'સંજુ' બાદ 'ગંજુ' અને 'મંજુ' પણ આવી ગયું છે. આ બન્ને વીડિયો યુટ્યૂબ પર હિટ છે અને તેને લાખો લોકો જોઇ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ સંજય દત્તની જિંદગીને લઇને બની રહેલી ફિલ્મ 'સંજુ'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મનું ટ્રૉલર યુટ્યૂબથી લઇને સોશ્યલ મીડિયા પર છવાયું છે. પણ હવે યુટ્યૂબ પર આ ટ્રેલરના કેટલાક ફની વર્ઝન્સ કે પછી સ્પૂફના રૂપમાં કેટલાક વીડિયોઝ જબરદસ્ત વાયરલ થઇ રહ્યાં છે.