ગુરુવારથી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ, ભારત વિરુદ્ધ ડેબ્યુ કરનારી ચોથી ટીમ બનશે અફઘાનિસ્તાન
શિખર ધવન અને મુરલી વિજય ભારતના નિયમિત ઓપનર રહ્યા છે. લોકેશ રાહુલ આઈપીએલમાં જોરદાર પ્રદર્શન દ્વારા પોતાનો દાવો મજબૂત કર્યો છે. ટેસ્ટ ક્રિકેટ અલગ ફોર્મેટ હોવાને કારણે કદાચ રાહુલને રાહ જોવી પડી શકે છે. રાહુલને મિડલ ઓર્ડરમાં તક મળે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ નહીં રમે. તેના બદલે અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરશે. ભારતીય ટીમમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા તથા બોલરમાં ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતને ટક્કર આપવા અફઘાનિસ્તાને ટેસ્ટ ટીમમાં રાશીદ ખાન સહિત 4 સ્પીનરોને સામેલ કર્યા છે. રાશીદ ખાનની બોલિંગનો પરચો આઇપીએલમાં ભારતીય બેટ્સમેનોને મળી ચૂક્યો છે.
તેની સાથે જ અફઘાનિસ્તાન ભારત વિરુદ્ધ ડેબ્યુ કરનારી ચોથી ટીમ બનશે. આ અગાઉ પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશે પણ ભારત વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી.
બેંગલુરુઃ બેંગલુરુમાં આવતીકાલથી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. અફઘાનિસ્તાનની ટીમ ગુરુવારે ટેસ્ટ ક્રિકેટ રમનારી દુનિયાની 12મી ટીમ બની જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -