નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રણદીર હુડ્ડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમમે પીએમ મોદીની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પણ ટેગ કર્યા છે. પોતાના ટ્વીટ દ્વારા રણદીપ હુડ્ડાએ પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી પાસે વન વિભાગના કર્મચારીઓને બોર્ડરની રક્ષા કરનારા જવાનો જેટલા જ લાભ આપવાની અપીલ કરી છે. રણદીપ હુડ્ડાનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે, સાથે જ લોકો તેના પર ખૂબ રિએક્શન આપી રહ્યા છે.

રણદીપે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘જો કે, પહેલા પણ બતાવવામાં આવ્યું હતું કે, શું વન વિભાગના કર્મચારીઓને સરહદ પર સુરક્ષા કરતા જવાનો જેટલો જ લાભ ન મળવો જોઈએ?’ આપને જણાવી રણદીપ હુડ્ડાએ સરકારને આ અપીલ એટલા માટે કરી કારણ કે ગત વર્ષે ગરમીના કારણે કેરળના જંગલોમાં આગ ફેલાઈ હતી. જેમાં ત્રણ વન અધિકારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.


માહિતી મુજબ એ અધિકારીઓ આગને જિલ્લાની બોર્ડર પર હાજર દેશમંગલમ સુધી ફેલાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ આ પ્રયત્નમાં જ ત્રણે અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કીરએ તો રણદીપ હુડ્ડા હાલમાં જ ફિલ્મ લવ આજકલમાં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ વેલેન્ટાઈનના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યને મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે રણદીપ હુડ્ડાએ પણ પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી ન હતી. રણદીપ હુડ્ડા, સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર લવ આજકલ ત્રણ દિવસમાં જ 25 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી ચૂકી છે.