મુંબઈઃ જાણીતા અભિનેતા રણદીપ હુડ્ડા બુધવારની સવારે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખુદ ચાલીને દાખલ થયો ત્યારે તેણે કેમ આમ કર્યુ તે લોકોને સમજણ પડી નહોતી. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે રણદીપના પગમાં ફ્રેક્ચરની જૂની ઈજા ફરીથી ઉભરી આવી છે. આ સ્થિતિમાં અસહ્ય દર્દના કારણે તે ફરીથી હોસ્પિટલમાં દાખલ થયો અને સર્જરી કરાવવાનો ફેંસલો કર્યો હતો.
બુધવારે સાંજે તેના પર સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જે બાદ હવે રણદીપ ઘણું સારું અનુભવી રહ્યો છે. સર્જરી પહેલા તેનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.
રણદીપ સાથે સંકળાયેલા સૂત્રના કહેવા મુજબ, સર્જરી બાદ હાલ તેની તબિયત ઠીક છે અને ડોક્ટર બે દિવસમાં ડિસ્ચાર્જ કરી દેશે. હાલ રણદીપના પિતાની સાથે છે.
2001મા મીરા નાયરની ફિલ્મ મોનસૂન વેડિંગથી ડેબ્યૂ કરનારા રણદીપ હૂડાએ જિસ્મ 2, જન્ન 2, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ, સાહિબ બીવી ઔર ગેંગસ્ટર, રંગરસિયા, હાઈવે, સરબજીત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. રણદીપ ઘોડેસવારીનો પણ શોખ ધરાવે છે અને અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.
બોલિવૂડના આ સ્ટાર એક્ટર પર થઈ સર્જરી, કોરોના ટેસ્ટ કરાવતાં......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2020 12:17 PM (IST)
રણદીપ સાથે સંકળાયેલા સૂત્રના કહેવા મુજબ, સર્જરી બાદ હાલ તેની તબિયત ઠીક છે અને ડોક્ટર બે દિવસમાં ડિસ્ચાર્જ કરી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -