અમદાવાદઃ ગુજરાતમાં હાલ શ્રીકાર વર્ષા થઈ રહી છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે  ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને  ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરમાં વરસતા વરસાદની ભવ્યતાનો વીડિયો શેર કર્યો હતો.  મોઢેરા સૂર્યમંદિરનો વીડિયો શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે ‘મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્યમંદિર વરસાદમાં ખૂબ ભવ્ય દેખાઈ રહ્યું છે.’


મોઢેરા સૂર્યમંદિરની મુખ્ય વાત

- મહેસાણા જિલ્લામાં આવેલું મંદિર 11મી સદીમાં ભીમદેવ સોલંકી શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પૂર્વાભિમુખ છે.

- મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.

- સૂર્યમંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ દીવા પ્રગટાવવામાં આવતા નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.

- મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ તથા મહાભારતના પ્રસંગો કોતરવામાં આવ્યા છે.

- સ્કંદ પુરાણ અને બ્રહ્મ  પુરાણ અનુસાર મોઢેરા નજીકનો વિસ્તાર પ્રાચીન સમયમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો.
પીએમ મોદીએ શેર કરેલો વીડિયો