રણધીર કપૂરની બર્થ ડે પાર્ટીમાં ભેગો થયો ગમગીન કપૂર પરિવાર, રાજીવ અને ઋષિ કપૂરનો અભાવ થયો મહેસૂસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2021 03:15 PM (IST)
બોલિવૂડના દિગ્ગજ એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રણધીર કપૂરનો આજે 74મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના અવસરે કપૂર પરિવાર રણધીર કપૂરના ઘરે એકઠો થયો હતો. જો કે ઋષિ કપૂર અને રાજીવ કપૂરની કમીએ બધાને ગમગીન કરી દીધા.
બોલિવૂડ:ના દિગ્ગજ એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રણધીર કપૂરનો આજે 74મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના અવસરે કપૂર પરિવાર રણધીર કપૂરના ઘરે એકઠો થયો હતો. જો કે ઋષિ કપૂર અને રાજીવ કપૂરની કમીએ બધાને ગમગીન કરી દીધા. રણધીર કપૂરનો આજે 74મો જન્મદિવસ છે. ગત રાત્રે તેમની બર્થડેનું સેલિબ્રેશન હતું. આ અવસરે આખો કપૂર પરિવાર એકઠો થયો હતો પરંતુ અફસોસ આ સેલિબ્રેશનમાં તેમના નાના ભાઇ ઋષિ કપૂર અને રાજીવ કપૂર સામેલ ન થઇ શક્યા, કારણ કે તે બંને આ દુનિયા છોડી ગયા છે. જો કે આ ગમગીનીના માહોલમાં તેમણે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસરે પ્રેગ્નન્ટ કરીના કપૂર, તૈમૂર, સૈફ અલી ખાન,નીતા કપૂર પહોંચ્યા હતા. રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે પહોંચી હતી. બંનેની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. સમયના ટૂંકાગાળામાં બંને ભાઇઓને ગુમાવ્યાં 9 ફેબ્રુઆરીએ હાર્ટ અટેકથી રાજીવ કપૂરનું અચાનક નિધન થઇ ગયું તો ગત વર્ષે 30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થઇ ગયું હતું. સમયના ટંકા ગાળામાં બંને ભાઇઓને ગુમાવતા રણધીર કપૂર એકલા થઇ ગયા છે. રણધીર કપૂરે એક્ટિંગની દુનિયામાં “ શ્રી 420” ડેબ્યૂ કર્યું હતું. બંને ભાઇની વિદાયથી રણધીર કપૂર ઉદાસ છે. બર્થ ડે સેલિબ્રેશનમાં બંને ભાઇનો અભાવ પરિવારે મહેસૂસ કર્યો હતો અને માહોલ ગમગીની ભર્યો બની ગયો હતો.