નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની જેમ જ તેની બહેન રંગોલી ચંદેલ પણ પોતાના બિન્દાસ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર પર રંગોલીએ ફરી એક વખત નિશાન સાધ્યું છે.



રંગોલી ચંદેલે ટ્વિટર દ્વારા કરણ જોહર પર પ્રહાર કર્યા છે. રંગોલીએ કરણ જોહર પર એક પછી એક ટ્વીટ કર્યા છે. પોતાના ટ્વીટમાં રંગોલીએ કરણ જોહરને મૂર્ખ પણ કહ્યા છે. કરણ જોહર ફિલ્મ તખ્ત લઈને આવી રહ્યા છે. જેમાં તેણે શાસક ઓરંગઝેબની ભૂમિકાને સ્થાન આપ્યું છે. જેને લઈને રંગોલીએ કહ્યું કે, હવે કરણ જોહર ઓરંગઝેબની ક્રૂરતાનું ચિત્રણ તેના એબ્સ અને સેક્સુઅલ રિલેશનશિપના માધ્યમથી કરશે.



રંગોલીએ બીજી ટ્વિટમાં કહ્યું કે, આ મુર્ખ ફિલ્મ મેકર્સને ઇતિહાસના પાત્રાનું સેક્સુઅલ ચિત્રણ કરતા રોકવા પડશે. આ પહેલા કે તે લોકશાહી સમાપ્ત થવા આવી છે તે વાતનું રોવા બેસે અને દેશને આંતરાષ્ટ્રીય સ્તરે શરમમાં મૂકે, હું અધિકારીઓને નિવેદન કરી રહી છું કે તેમની સ્ક્રિપ્ટને તે પહેલા જમા કરાવે.




તે પછી રંગોલીએ લખ્યું કે આ ડ્રામેબાજ ફિલ્મ મેકર્સ માટે કડક નિયમો બનાવવા જરૂરી છે. અને રામ એક કાલ્પનિક પાત્ર છે તેવું કહેવાનો હક કોઇને પણ ન હોવો જોઇએ. રંગોલીએ વધુમાં કહ્યું કે જે લોકો ઇતિહાસના નામ પર સોફ્ટ પોર્ન બનાવે છે તેમને સજા મળવી જોઇએ. આક્રમણકારીઓએ લોકોની હત્યા કરી, સ્ત્રીઓ સાથે બળાત્કાર કર્યો. આપણને આ માટે સંગીત ઉત્સવની જરૂર નથી. થેક્સ પણ નો થેક્સ!