તો સવાલ એ છે કે રાનૂને ફ્લેટ આપ્યો કોમે. આ મામલે હાલમાં જ રાનૂનાં મેનેજર અતીન્દ્ર ચક્રવર્તીએ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, સલમાન ખાને ન તો તેને ઘર ગિફ્ટ આપ્યું છે કે ન તો અન્ય કોઇ ઓફર આવી છે. અસલમાં રાણાઘાટ સ્થાનિક પ્રશાસને રાનૂ મંડલને ઘર આપ્યું છે. જે ચેનલે તેમને સ્થાનિક પ્રશાસનની સાથે મળીને લાઇવ પરફોર્મન્સ કરવાની તક આપી હતી. તેમજ આધાર કાર્ડ બનાવવામાં પણ મદદ કરી હતી.
પશ્ચિમ બંગાળનાં રાણાઘાટ રેલવે સ્ટેશન પર જ્યારે રાનૂ ગીત ગાતી તી ત્યારે સામાજિક કાર્યકર અતીન્દ્ર ચક્રવર્તીએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. રાનૂને આજે આ ઉચાઇ સુધી પહોંચાડવામાં અતીન્દ્રનો ખુબ મોટો હાથ છે. હવે અતીન્દ્ર રાનૂનો મેનેજર છે. અને તેનું તમામ કામ સંભાળે છે.
રાનૂ મંડલનાં મેનેજરે કહ્યું કે, હાલમાં જ રાનૂ મંડલને એ આર રહેમાનની ઓફિસમાંથી પણ તેમને કોલ આવ્યો છે. સાથે જ સોનૂ નિગમે પણ રાનૂ મંડલની સાથે ગીત ગાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલમાં આ તમામ લોકોની સાથે વાતો ચાલુ છે.
આ વિશે રાનૂ કહે છે કે, 'આ જોઇને ગમે છે કે, લોકો મને પ્રેમ કરે છે. સાથે જ તે મારી સાથે કામ કરવાં ઇચ્છે છે, મારું બધુ જ કામ અતીન્દ્ર જુવે છે. આ ઉંમરે આ બધુ સમજવું ઘણું અઘરું છે. મારી પાસે તો ફોન પણ નથી. તેથી તે મને ગાઇડ કરે છે. તે મારા દીકરાની જેમ મારું ધ્યાન રાખે છે.'