મુંબઈઃ રાનૂ મંડલ સજીધજીને કાનપૂરની એક ઈવેન્ટમાં પહોંચી હતી અને ત્યા રેમ્પવોક કર્યું. પરંતુ સોશિયલ મીડિયામાં તેની ભારે ફજેતી કરવામાં આવી. વધારે મેકઅપના કારણે રાનૂ લોકોના નિશાને ચડી ગઈ. પરંતુ હવે રાનૂનો મેકઅપ કરનાર લેડીએ વીડિયો શેર કર્યો છે.

સલૂન સંચાલિકાએ ખુલાસો કર્યો છે તે જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યોં છે તે ડોક્ટર્ડ ફોટો છે એટલે કે તેને એડિટ કરવામાં આવ્યો છે. જે ફોટો વાઈરલ થઈ રહી છે તે ફોટોમાં રાનૂનો ચહેરો ખૂબ જ ગોરો નજરે આવી રહ્યોં છે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે રાનૂનો મેકઅપ કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટે કહ્યું કે, ખુબ મહેનત કરીને રાનૂનો મેકઅપ તૈયાર કર્યો. પરંતુ ફેક ફોટોએ બધું બગાડી નાખ્યું. એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે સંધ્યા રાનૂનુ સ્વાગત પણ કરે છે. 1 મિનિટ 46 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


મેકઅપની આર્ટિસ્ટે કહ્યું કે, તમે બંને તસવીરો જોઈ શકો છો. એક ફોટો કે જેમાં અમે ખુબ મહેનત કરીને કામ કર્યું અને બીજો ફોટો કે જેને એડિટ કરીને લોકો દ્વારા તૈયાર કરવામાં આવી. તેના પર બધા જોક્સ બનાવી રહ્યા છે. અમને પણ જોઈને હસવું આવ્યું. પરંતુ બીજાને ઠેસ પહોંચાડવી એ ગૂનો છે. અમને આશા છે કે તમે અસલી ફોટો અને નકલી એડિટ કરેલો ફોટો જોઈને તફાવત સમજી શકશો. અમે ફક્ત આટલું જ કહેવા માંગીએ છીએ.

સોશિયલ મીડિયા પર રાનૂ મંડલના મેકઅપની ફોટો વાયરલ થયા બાદ કાનપૂરમાં આ સલૂનની ખૂબ ચર્ચા થઈ રહી છે પરંતુ આ ચર્ચા જ સલૂન સંચાલિકાને પસંદ આવી ન હતી કારણ કે તેનાથી તેના બીઝનેસ પર અસર પડી રહી છે. રાનૂ મંડલ આ પહેલા પણ ટ્રોલ થઈ ગઈ છે. જ્યારે કોલકતામાં એક દુકાન પર તેણે સેલ્ફી લેવા માટે ના પાડી હતી તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યોં છે.