દીપિકા-રણવીરે પોતાના ઘરની બહાર પડાવ્યા ફોટા, દીપિકાએ કોની પાસે માંગી ચોકલેટ્સ ? જાણો વિગત
મળતી જાણકારી પ્રમાણે રણવીર સિંહએ દીપિકા પાદુકોણ માટે મુંબઈના વર્લી વિસ્તારમાં નવું ઘર પણ ખરીદ્યું છે. થોડા દિવસ બાદ તેઓ વર્લી વાળા નવા ઘરમાં રહેવા જશે.
એરપોર્ટ પર રણવીર અને દીપિકાની એક ઝલક જોવા માટે હજારો ફેન્સની ભીડ જામી ગઈ હતી. દીપિકા-રણવીર જ્યારે એરપોર્ટ બહાર નીકળ્યા ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાકર્મીઓને બન્નેને પાછા અંદર લઈ જવા પડ્યા હતા. તેઓને બીજા દરવાજાથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઇટાલીમાં લગ્ન કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પહેલીવાર પતિ રણવીરસિંહ સાથે સાસરીયામાં પહોંચી. રણવીર અને દીપિકાએ ગૃહ પ્રવેશ સિંધી રીતિ રિવાજોથી કર્યો.
ઉલ્લેખનીય છે કે આ સ્ટાર કપલે 14-15 નવેમ્બરે ઈટાલીમાં કોંકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.
દીપિકા અને રણવીરનો ગૃહપ્રવેશ ખારવાળા ઘરમાં જ થયો. લગ્ન બાદ પહેલી વાર સાસરિયામાં પહોંચતા ઘરની બહાર દીપિકા રણવીરે ફોટો્સ પણ પડાવ્યા હતા. ત્યારે દીપવીરને બહાર ઉભેલા ચાહકોએ અને ફોટોગ્રાફરોએ અભિનંદન પાઠવ્યા હતા. અને બન્નેએ ચાહકોનો આભાર માન્યો હતો.
આ દરમિયાન દીપિકાએ ફોટોગ્રાફર પાસે ચોકલેટ માંગી રહી હતી. દીપિકાએ કહ્યું ક્યાં છે મારી ચોકલેટ્સ?