વિરાટ કોહલીએ ક્યા ભારતીય યુવા ક્રિકેટર સાથેની તસવીર અપલોડ કરીને તેને ગણાવ્યો ચેમ્પિયન ? જાણો વિગત
આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ અગાઉ કોહલીએ ટીમના યુવા બોલર ખલીલ અહેમદ સાથે પોતાની એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ અને પંતની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ધોનીના સ્થાને પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમશે.
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ખરાબ પ્રદર્શનને ભૂલીને ભારતીય ક્રિકેટ ટીમ પોતાના આગામી વિદેશ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ શરૂ થાય તે અગાઉ ભારતીય ટીમના ખેલાડીઓ ખૂબ મસ્તી કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે વિકેટકીપર ઋષભ પંત જોવા મળી રહ્યો છે. તસવીરમાં કોહલીએ પંતને ચેમ્પિયન ગણાવ્યો હતો. પોતાની અને પંત સાથેની તસવીર શેર કરતા કોહલીએ લખ્યું કે, ફરીથી ઓસ્ટ્રેલિયામાં. આગામી કેટલાક સપ્તાહ આ ચેમ્પિયન સાથે.
નોંધનીય છે કે કેપ્ટન કોહલી પોતાની ટીમના નવા અને યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારે છે જેથી તેના પર કોઇ પ્રકારનું દબાણ રહે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -