દીપિકા-રણવીરસિંહ ઇટાલીમાં કરશે લગ્ન, જાણો ક્યારે યોજાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બધા વચ્ચે લગ્નની શોપિંગ શરૂ થઇ ગઇ છે. દીપિકા અને તેની મા ગયા મહિને બેંગ્લુરુ અને મુંબઇમાં કપડા અને જ્વેલેરી ખરીદતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં દીપિકા અને રણવીર ઇચ્છે છે કે તેમના લગ્ન ચકાચોંધ સાથે ના થાય. એવું માનવામાં આવે છે કે આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો અને ખાસ મિત્રોને સામેલ કરાશે.
મુંબઇઃ બોલિવૂડ઼ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના લગ્ન બાદ વધુ એક બોલિવૂડ કપલ ઇટાલીમાં લગ્ન કરવા જઇ રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની. જોકે, હજુ સુધી કોઇ કન્ફર્મ થયું નથી કે પરંતુ એવું માનવામાં આવી રહ્યુ છે કે બંન્ને આ વર્ષે ઇટાલીમાં લગ્ન કરી શકે છે.
નોંધનીય છે કે અગાઉ એવા રિપોર્ટ આવ્યા હતા કે ભવનાની અને પાદુકોણના પરિવારે એક વેડિંગ પ્લાનર સાથે મુલાકાત કરી છે અને તેમને યોગ્ય વેડિંગ ડેસ્ટિનેશન શોધવા કહ્યું હતું. કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્ન નવેમ્બરમાં થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્નમાં 2 સેરેમની યોજાશે. પ્રથમ સેરેમની ઇટાલીમાં જ્યારે બીજા બેંગ્લુરુમાં યોજાશે. જોકે, હજુ સુધી લગ્નની તારીખ નક્કી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -