એક-બે નહીં પણ ત્રણ વખત વેડિંગ રિસેપ્શન આપશે રણવીર-દીપિકા, જાણો ક્યાં અને ક્યારે છે ત્રીજું રિસેપ્શન
મનીષા કોઈરાલાએ જે કાર્ડ શેર કર્યું છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 1 ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન છે. તેમાં 9 કલાક સુધીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્ડમાં ડ્રેસ કોડ પણ લખ્યો છે. પાર્ટીમાં બ્લેક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. હવે રણવીર દીપિકા ત્રીજી વખત રિસેપ્શન આપવાના છે કે કેટલાક ખાસ બોલિવૂડ સ્ટારને પાર્ટી આપવાના છે એ કહેવું હાલમાં મુશ્કેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટ્વિટને લઈને એક ફને મનીષાને કહ્યું કે, રણવીર દીપિકાએ પોતાના લગ્નમાં કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું તો પછી તમે દુખી કેમ છો. બન્નેએ બોલિવૂડમાંથી કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું. તેના જવાબમાં મનીષાએ રિસેપ્શન કાર્ડની એક તસવીર શેર કરતાં લખ્યું, આમ તો હું સ્પષ્ટતા કરવાનું પસંદ નથી કરતી.
મનીષા કોઈરાલાએ રણવીર અને દીપિકાને શુભેચ્છા પાઠવતું એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું, કેટલું સુંદર કપલ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તમે બન્નેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા. હું દુઃખી છૂં કે તમારા લગ્નની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકું, કારણ કે હું તે સમયે બહાર છું.
આ બન્ને બે વેડિંગ રિસેપ્શન આપવાના હતા એ તો બધને ખબર હતી પરંતુ અહેવાલ મળી રહ્યા છે કે 1 ડિસેમ્બરે ત્રીજુ રિસેપ્શન આપવાના છે. આ રિસેપ્શનનું ઇનવીટેશન કાર્ડ પણ સામે આવ્યું છે. રણવીર-દીપિકાના આ રિસેપ્શનનું કાર્ડ એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ શેર કર્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં રણવીર અને દીપિકાના લગ્ન અને તેની સાથે જોડાયેલ ફંક્શન્સની ચર્ચા ચાલી રહી છે. 14-15 નવેમ્બરે ઈટાલીમાં બન્નેએ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ કપલે 21 નવેમ્બરે બેંગલુરુમાં એક શાનદાર રિસેપ્શન આપ્યું. આ રિસેપ્શન બાદ હવે બન્ને 28 નવેમ્બરે વધુ એક ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -