રણવીર સિંહની આ ફિલ્મ ભારતે 1983માં જીતેલાં પહેલાં વર્લ્ડકપ પર આધારિત છે. આ તસવીર શેર કરતાં રણવીરે લખ્યુ છે કે, 'મારા ખાસ દિવસ પર.. રજૂ કરુ છું.. હરિયાણાનો હરિકેન... કપિલ દેવ..'
ફિલ્મમાં રણવીર કપિલ દેવનાં પાત્રમાં જ નજર આવશે. આ ફિલ્મ માટે તે ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. અને કપિલ દેવની બેટિંગ સ્ટાઇલ પણ તે શીખી રહ્યો છે. તેની તસવીરો અને વીડિયો પણ અવાર નવાર રણવીર શેર કરતો રહે છે.