નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે.



બજેટ ભાષણ દરમિયાન ઈન્કમ ટેક્ષમાં છુટછાટની જાહેરાતની રાહ જોઈને બેઠેલા કરદાતાઓને સૌથી વધારે નિરાશા સાંપડી હતી. અનેક જાહેરાતો વચ્ચે સૌકોઈની નજર શું મોંઘુ થયું ને શું સસ્તુ થયું તેના પર છે. મોંઘી થયેલી ચીજવસ્તુઓમાં મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલ અને સોનું છે. તો સસ્તી થયેલી ચીજવસ્તુઓમાં મુખ્યત્વે ઘર અને ઈલેક્ટ્રિક કાર મુખ્યત્વે છે. તો જાણે બજેટમાં કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા અને કોના વધ્યા.



શું શું મોંઘુ થયું? - તમાકુ અને તેના ઉત્પાદનો મોંઘા થશે. - પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. - સોના-ચાંદીના ભાવ વધશે. - સોના ઉપરાંત ચાંદી અની ચંદીના ઘરેના ખરીદનારાઓએ વધારે પૈસા ખર્ચ કરવા પડશે. - ઈમ્પોર્ટેડ બુક મોંઘી થશે. આ પુસ્તકોમાં 5 ટકાનો વધારો થશે.



શું સસ્તુ થયું? - બજેટ બાદ હોમ લોન સસ્તી થશે. જેનો અર્થ એ થયો કે, હવેથી ઘર ખરીદવું સસ્તુ બનશે. સસ્તા ઘર માટે વ્યાજ દરમાં 3.2 લાખ રૂપિયાની છુટ મળશે. - ઈલેક્ટોનિક વાહનો સસ્તા થશે. - સંરક્ષણના સાધનો સસ્તા થશે. - ચામડાની ચીજવસ્તુઓ સસ્તી થશે.



ઉપરાંત ઓપ્ટિકલ ફાઈબર, સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનો, મૂળ ધાતુના ફિટિંગ્સ, ફ્રેમ અને સામાન, એસી, લાઉડ સ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમરા, વાહનના હોર્ન, સિગરેટ વગેરે મોંઘા થશે. તો સાબુ, શેમ્પુ, વાળમાં નાખવાનું તેલ, ટૂથપેસ્ટ, ડિટરજંટ,, વિજળીનો ઘરઘથ્થુ સામાન જેવો કે પંખા, બલ્બ, ટ્રાવેલ બેગ, સેનેટરી વેયર, બોટલ, કંટેનર્સ, રસોઈમાં ઉપયોગમાં લેવાતો સામાન, ગાદલા, ગોદડા, ચશ્માની ફ્રેમ, વાંસનું ફર્નિચર, પાસ્તા, મ્યોનિઝ, અગરબત્તી, નમકીન, સૂકુ નાળિયેર, સેનેટરી નેપકિન, ઉન અને ઉનના દોરા સસ્તા થયા છે.