લગ્ન બાદ Deepika Padukoneના ઘરે શિફ્ટ થઈ ગયો છે Ranveer Singh, જાણો કેમ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હાલમાં જ નવેમ્બરમાં ઈટલી જઈને લગ્ન કર્યા હતા. હાલમાં જ મીડિયાની સાથે થયેલ વાતચીતમાં રણવીરે જણાવ્યું કે, અંતે તેણે લગ્ન બાદ દીપિકાના ઘરે રહેવાનો નિર્ણય શા માટે લીધો. રણવીરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દીપિકા સાથે લગ્ન બાદ તેણે તેના ઘરે રહેવાનો નિર્ણય લીધો. કારણ જણાવતા કહ્યું કે, બાળપણથી જ તેણે જે પણ લગ્ન જોયા છે, એ જ અનુભવ્યું છે કે તેના કમિટમેન્ટ્સથી ભાગવાનો કોઈ વિકલ્પ નથી. માટે તે નથી ઈચ્છતા કે દીપિકા પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળે અને એટલે જ એક લાગણીશીલ નિર્ણય કરતાં લગ્ન બાદ તે ખુદ એક્ટ્રેસના ઘરમાં શિફ્ટ થઈ ગયા.
રણવીરે એ પણ કહ્યું કે, તેણે હંમેશાથી દીપિકાને પ્રથમ પ્રાથમિકાત આપવાનો પ્રયત્ન કર્યો છે અને માટે જ તેણે તેના ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. વર્કફ્રંટની વાત કરીએ તો સિંબા એક્ટર રણવીર પોતાની આગામી ફિલ્મ ગલી બોયની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જેમાં તે આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
મુંબઈઃ અત્યાર સુધી તમે એ જ જોયું હશે કે લગ્ન બાદ યુવતી પોતાના સાસરે જાય છે, પરંતુ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મામલે ઉંધું થયું છે. જણાવીએ કે લગ્ન બાદ રણવીર દીપિકાના ઘરમાં રહે છે અને તેણે આ નિર્ણય શા માટે લીધે એ પણ જણાવ્યું છે.