દિલ્હીમાં 120 રૂપિયા પ્રતિ લિટરે વેચાશે આ દૂધ, જાણો શું છે ખાસ
પરાગ મિલ્કનું કહેવું છે કે, અમે પ્રિમીયમ મિલ્ક બ્રાન્ડ પ્રાઈડ ઓફ કાઉઝ દિલ્હી એનસીઆરમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અમે આ દૂધને 120 રૂપિયા પ્રતિ લીટરે વેચીશું. શરૂઆતમાં અમે 10 હજાર લીટર પ્રતિ દિવસ સપ્લાય કરીશુ અને છ મહિનામાં તેને 20 હજાર લીટર સુધી પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે, પુણે મુંબઈમાં આ દૂધ 95 રૂપિયા પ્રતિ લિટરે વેચાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરાગ મિલ્ક છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપની પોતાના ત્રણ પ્લાંટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં લગાવી ચુકી છે. આ પ્લાંટ્સની કુલ ક્ષમતા પ્રતિ દિવસ 29 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની છે. કંપની ગોવર્ધન, ગો અને પ્રાઈડ ઓફ કાઉઝ બ્રાન્ડ હેઠળ દૂધ અને બીજી ડેરી પ્રોડક્ટ વેચે છે. આ સાથે જ કંપનીએ સોનીપતમાં એક પ્લાંટ સ્થાપ્યા બાદ ઓગષ્ટમાં દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધની સપ્લાય શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના લોકને હવે સીધા પુણેની ડેરી ફાર્મથી તેમના ઘરે પ્રીમિયમ ક્વોલિટીનું શુદ્ધ દૂધ મળસે. 120 રૂપિયા પ્રતિ લિટરની કિંમત પર મળનારું આ દૂધ દરરોજ ફ્લાઈટથી સીધા જ દિલ્હી લાવવામાં આવશે. પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડે દિલ્હી એનસીઆરના બજારમાં દરરોજ 10,000 લિટર પ્રીમિયમ તાજું ગાયનું દૂધ સપ્લાઈ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ પ્રીમિયમ દૂધ ‘પ્રાઈડ ઓફ કાઉઝ’ બ્રાન્ડના નામથી વેચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -