બોલીવુડના ક્યા સુપરસ્ટારે લગ્નમાં 30 મિનિટ માટે હાજર રહેવા 2 કરોડ આપવાની ઓફર ફગાવી? કારણ જાણીને ચોંકી જશો
જોકે તે ફિલ્મમાંથો થોડો સમય કાઢી શકે એમ હતાં. પરંતુ તેનું શેડ્યૂઅલ ખૂબ જ ટાઈચ ચાલે છે. તે સવારે 6 કલાકથી લઈને સાંજે 6 કલાક સુધી શૂટિંગ કરે છે. શૂટિંગ બાદ તે પોતાની ફિટનેસ જાળવી રાખવા અને આરામ કરવા માટે અન્ય કોઈ કામમાં માટે સમય ફાળવી નથી શકતા. રણવીરે પોતાની ટીમને કહ્યું હતું કે, પરફોર્મન્સ કરતા મારે મારા રોલ પર વધારે ધ્યાન આપવું છે. રણવીર હવે એક ફિલ્મ માટે 13 કરોડ રૂપિયા મહેનતાણું વસૂલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે હજુ સુધી રકમનો અંદાજ લગાવી રહ્યા છો તો જણાવીએ કે રણવીને આ પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જોકે રણવીરે આ ઓફરને ફગાવી દીધી હતી.
મુંબઈઃ બોલીવુડ સ્ટાર્સને લગ્નમાં બોલાવવા માટે લોકોમાં ઘણો ક્રેઝ હોય છે. મોટા મોટા લોકો પોતાના ઘરે લગ્નમાં સ્ટાર એલિમેન્ટ ઉમેરવા માટે ખૂબ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ ક્યારેક સારી એવી રકમ ઓફર કરવાં છતાં પણ તેમના સપના પૂરા નથી થતાં.
હાલમાં જ એક આવી ઓફર રણવીર સિંહને મળી હતી. રણવીરને માત્ર અડધી કલાકના પરફોર્મન્સ માટે સારી એવી રકમની ઓફર થઈ હતી. એટલું સમજો કે આ રકમમાં એક સામાન્ય વ્યક્તિ લક્ઝરી ઘર ખરીદી શકે છે.
રણવીરે ઓફર ફગાવી તેની પાછળનું કારણ પણ મહત્વનું છે જે જાણીને કદાચ તમે ચોંકી જશો. હાલમાં રણવીર પોતાની ફિલ્મ ગલી બોયમાં વ્યસ્ત છે. આ ફિલ્મને કારણે તેણે આ મોટી ઓફરને ફગાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -