પતિ રણવીર સિંહે કહ્યું, કેવી રીતે દીપિકા પાદુકોણે પગમાંથી લોહી નીકળતું હતું અને શાનદાર ડાન્સ કર્યો હતો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Feb 2021 04:03 PM (IST)
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવૂડના સૌથી વધુ ગ્લેમરશ કપલ છે. બંને સ્ટારે શૂન્યમાંથી શરૂઆત કરી હતી અને આજે બોલિવૂડમાં ખાસ સ્થાન હાંસિલ કર્યું છે. હાલ રણવીર કપૂરે દીપિકા પાદુકોણની કામ પ્રત્યેની નિષ્ઠા વિશે વાત કરતા એક ઘટના શેર કરી હતી.
બોલિવૂડ:દીપિકા પાદુકોણના બેડેંઝ બાંધેલા પગનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મના શૂટ દરમિયાન તેમની આ હાલત થઇ હતી. આ ઘટનાનો ઉલ્લેખ રણવીરે કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં પણ તેને શાનદાર ડાન્સ પર્ફોમ કર્યો હતો. આ ડાન્સ સોન્ગ ક્યું છે? ફિલ્મ કઇ હતી અને શું છે મામલો જાણીએ... સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસ દરમિયાન બોલિવૂડનું ડ્રગ્સ કનેકશન પણ ઉજાગર થયું હતું. આ સમયે દીપિકા પાદુકોણે પણ એનસીબીની સઘન પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. આ સમય રણવીર અને દીપિકા પાદુકોણ બંને માટે ખૂબ જ મુશ્કેલ હતો. આ સમયે બંનેએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે યુઝર્સે સોશિયલ મીડિયા પર તેની સફળતાને લઇને પણ કટાક્ષ કર્યાં હતા. જો કે તેનો જવાબ આપતા રણવીરે કહ્યું હતું કે, ‘તે અત્યારે જ્યાં છે, તેનો હક છે’ દીપિકા પર નિશાન સાધનાર સામે ભડક્યો રણવીર હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દીપિકાના પગ પર બેડેંઝ બાંધેલી જોવા મળે છે. આ વીડિયો રામલીલા ફિલ્મના શૂટિંગ સમયનો છે. રણબીરે દીપિકાની સફળતા પર સવાલ ઉઠાવતા યુઝર્સ માટે આ ઇજાગ્રસ્ત પગનો ફોટો પોસ્ટ કર્યો છે. તેમણે આ સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા તેમણે વિરોધીને જવાબ આપતા જણાવ્યું કે, ‘આજ તે જ્યાં છે, ત્યાં તેની સખત મહેનતના કારણે છે. તેમણે એ યોગ્યતા હાંસિલ કરી છે. આપને કોઇ અધિકાર નથી તેના પર સવાલ ઉઠાવવાનો’ ફિલ્મમાં 83માં રણવીર અને દીપિકા સાથે જોવા મળશે વર્કફ્રન્ટની વાત કરીએ તો કપલ સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે. તેમની ફિલ્મ 83 આવી રહી છે. જેમાં બંને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ અને તેમની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.