વર્ષ 2021માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ તેમના પહેલા મિશનમાં સફળતા મેળવી છે. રવિવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી પીએસએલવી-સી51 લોન્ચ કરવામાં આવ્યું. . પીએસએલવી-સી 51 એમેઝોનીયા -1 અને અન્ય 18 ઉપગ્રહો સાથે અવકાશમાં ગયો છે.


ઇસરોએ એક નિવેદનમાં કહ્યું કે PSLV-C51 PSLV નું 53 મો મિશન છે. આ રોકેટની સાથે બ્રાઝિલના એમેઝોનીયા -1 ઉપગ્રહની સાથે અન્ય 18 ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યાં છે.

ઇસરોના જણાવ્યા અનુસાર આ રોકેટ ચેન્નઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. રોકેટ 28 ફેબ્રુઆરીએ  સવારે 10 કલાક અને 24 મિનિટે લોન્ચ કરવામાં આવ્યો હતો.

પીએસએલવી (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) સી 51 / એમેઝોનીયા -1 ઇસરોની કમર્શિયલ આર્મ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) નું પ્રથમ સમર્પિત વાણિજ્યનિક મિશન છે.

એસકેઆઈએસડી (સુરક્ષિત ડિજિટલ) કાર્ડમાં ડિજિટલ ભગવદ ગીતા પણ મોકલવામાં આવી છે. આ સાથે જ આ સેટેલાઈટ 25 હજાર ભારતીયોના નામ લઈને અંતરિક્ષમાં જશે. ઈસરોની વાણિજ્ય શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે પણ આ ખાસ દિવસ છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. પીએસએલવી (પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ) સી51/અમેઝોનિયા-1 એનએસઆઈએલનું પહેલું સમર્પિત વાણિજ્ય મિશન છે.

ISROના જણાવ્યા મુજબ, અમેજોનિયા-1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં વનોની કાપણી અને બ્રાઝીલમાં કૃષિ ક્ષેત્ર સંબંધિત અલગ-અલગ વિશ્લેષણો માટે યુઝર્સને રિમોટ સેન્સિંગ ડેટા આપીને હાલની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવશે