Vijay Devarakonda And Rashmika Mandanna Viral Photo: રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને સુપરસ્ટાર વિજય દેવકોન્ડા (Vijay Devarakonda) પેન ઇન્ડિયા સ્ટાર છે. સાઉથ ફિલ્મોથી લઇને બૉલીવુડમાં પણ આ બન્ને સ્ટાર્સ ચર્ચિત છે. બન્નેએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્ય બનાવી લીધી છે. હવે આ બન્નેને લઇને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરોન્ડાના લગ્ન થઇ ગયા હોવાની વાત ચર્ચાઇ રહી છે, આ બન્નેના લગ્નની તસવીર પણ વાયરલ થઇ રહી છે. જાણો આના પાછળ શું છે હકીકત


હાલમાં સોશ્યલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા દેખાઇ રહ્યાં છે, આ તસવીરમાં બન્ને લગ્નમાં કપડમાં, દુલ્હા-દુલ્હન બનેલા અને ગળામાં લગ્ના હાર પહેરેલા દેખાઇ રહ્યાં છે. આ તસવીર પર લોકો ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે. જાણો

Rashmika Mandannaના આ સુપરસ્ટાર સાથે થઇ ગયા લગ્ન ? તસવીર વાયરલ, જાણો શું છે હકીકત


 


ફેન્સ કૉમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખરમાં આ સ્ટાર કપલે લગ્ન કરી લીધા છે, એક યૂઝરે લખ્યું- આ રીતે આ બન્નેને જોવાનુ સપનુ છે, વળી બીજાએ લખ્યું- આ એડિટેડ ફોટો એક દિવસ સાચી થઇ જશે.




શું છે વાયરલ તસવીર પાછળની હકીકત - 
ખરેખરમાં, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા સારા મિત્રો છે, આ વાત બન્ને અગાઉ બતાવી ચૂક્યા છે, બન્નેએ આ પહેલા ગીતા ગોવિન્દમ, ચલો અને ડિયર કૉમરેડ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. બન્નેને હંમેશા ફેન્સ ડિનર અને આઉટિંગમાં સાથે જુએ છે. આ ઉપરાંત બન્ને અનેકવાર સાથે સ્પૉટ પણ થયા છે. જોકે આ તસવીર માત્ર એક એડિટેડ છે, અને હાલમાં લગ્ન અંગેની કોઇ માહિતી સામે આવી નથી. 


તાજેતરમાં જ ફિલ્મ લાઇગરના પ્રમૉશન દરમિયાન વિજય અને અનન્યા પાંડે કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં દેખાયા હતા, આ શૉમાં અનન્યાએ હિન્ટ આપી હતી કે વિજય રશ્મિકા મંદાનાને ડેટ કરી રહ્યો છે, પરંતુ વિજય દેવરકોન્ડાએ રશ્મિકા મંદાનાને માત્ર દોસ્ત ગણાવી હતી. જોકે હકીકત શું છે તે હજુ સુધી સામે નથી આવી પરંતુ આ તસવીરો ફેન્સના આશાઓ વધારી દીધી છે.