West Central Railway Recruitment 2022: વિરોધ પક્ષ દેશમાં મોંઘવારીની સાથો સાથે બેરોજગારીની સમસ્યા હોવાને લઈને આકરા પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન જ રેલવે ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલે ભરતીની એક સૂચના બહાર પાડી છે. જે મુજબ પશ્ચિમ મધ્ય રેલવેમાં બમ્પર પદ પર ભરતી કરવામાં આવશે. 


આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ કરી દેવામાં આવી છે. પદ માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ iroams.com પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી અભિયાન 17મી ડિસેમ્બર સુધી ચાલશે.


રેલવેમાં આ ભરતી અભિયાન દ્વારા કુલ 2,521 એપ્રેન્ટીસ પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કાર્પેન્ટર, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રાફ્ટ્સમેન (સિવિલ), ઇલેક્ટ્રિશિયન, ફિટર, પેઇન્ટર, પ્લમ્બર, બ્લેક સ્મિથ, વેલ્ડર વગેરેની જગ્યાઓ માટે કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી મધ્યવર્તી અથવા સમકક્ષ અભ્યાસક્રમ સાથે 10મું ધોરણ પાસ  હોવું જોઈએ. રાષ્ટ્રીય વ્યાપાર પ્રમાણપત્ર પણ હોવું આવશ્યક છે. એન્જિનિયર, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ધારકો આ જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર રહેશે નહીં. 


શું રહેશે વય મર્યાદા? 


ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


શું રહેશે ફી? 


આ ભરતી માટે ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD/મહિલા ઉમેદવારોને ફીમાં મુક્તિ આપવામાં આવી છે.


આ રીતે થશે પસંદગી


ઉમેદવારોની અંતિમ પસંદગી અરજી સમયે શોર્ટલિસ્ટિંગ અને શૈક્ષણિક ગુણવત્તાના આધારે કરવામાં આવશે.


ડિવીઝન પ્રમાણેની ખાલી જગ્યાઓ


જબલપુર ડિવીઝનમાં ખાલી પદ : 884 જગ્યાઓ


ભોપાલ ડિવીઝનમાં ખાલી પદ : 614 જગ્યાઓ


કોટા ડિવીઝનમાં ખાલી પદ : 685 જગ્યાઓ


કોટા વર્કશોપ ડિવીઝનમાં ખાલી પદ : 160 જગ્યાઓ


CRWS BPL ડિવીઝનમાં ખાલી પદ : 158 જગ્યાઓ


મુખ્ય મથક જબલપુર ડિવીઝનમાં ખાલી પદ : 20 જગ્યાઓ