Rashmika Mandanna On Her Relationship With Vijay Deverakonda: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરેટ કલાકારો રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા તેમના સંબંધોના સમાચારોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. જો કે દરેક વખતે તેઓ એકબીજાને સારા મિત્રો કહીને વાત કરવાનું બંધ કરી દે છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. તેમના ચાહકો તેમને ફિલ્મી પડદાથી લઈને ઓફસ્ક્રીન સુધી સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે રશ્મિકાએ પોતાના સંબંધો અંગે મૌન તોડ્યું છે.

Continues below advertisement

રશ્મિકા મંદાનાએ વિજય સાથેના સંબંધો વિશે વાત કરી 

એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાએ કહ્યું, "હું જાણું છું કે લોકો હંમેશા અમારા સંબંધો વિશે જાણવા ઉત્સુક હોય છે." બંને ફક્ત મિત્રો છે તેવું જણાવતા રશ્મિકાએ કહ્યું, "હું સમજું છું કે અમે સેલિબ્રિટી છીએ અને સમગ્ર ધ્યાન અમારા પર છે. લોકો તેના વિશે વધુ જાણવા માંગે છે. સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે તે હું જોઉં છું. જેમ કે કેટલાક વીડિયો જુઓ અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ વિજય અને હું ખરેખર બેસીને ચર્ચા કરતા નથી. અમારી પાસે 15 લોકોની ગેંગ છે અને જો તક મળશે તો અમે તેમની સાથે બોર્ડ ગેમ રમીશું. અમે એકટર્સ છીએ પરંતુ અમારા મિત્રો અમારા માટે એટલા જ મહત્વપૂર્ણ છે જે અમને જમીનથી જોડાયેલા રાખે છે..

Continues below advertisement

ચાહકો વિજય અને રશ્મિકાની જોડી માટે ક્રેઝી છે

અભિનેત્રીએ આગળ કહ્યું, 'હું તેને ઘણા સમયથી ઓળખું છું. તે મારી ખૂબ જ નજીક છે. જો મને ઈન્ડસ્ટ્રી અંગે કોઈ સ્પષ્ટતા જોઈતી હોય તો હું તેની પાસે જ જાઉં છું. તે હંમેશા મારો સાથ આપે છે. અમે ખરેખર સારા મિત્રો છીએ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકાએ તાજેતરમાં જ ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની ફિલ્મ 'પુષ્પા 2'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ 'લિગર' ફ્લોપ થયા પછી ચાહકો વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મ 'કુશી'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ સાથે વિજયની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા મળશે.