Tim Southee Create History: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડમાં ત્રણ મેચોની પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે. સીરીઝની પહેલી જ મેચમાં સ્ટાર કીવી બૉલર ટિમ સાઉથીએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. ખરેખરમાં, ન્યૂઝીલેન્ડના આ ફાસ્ટ બૉલરે ભારતીય કેપ્ટન શિખર ધવનને (72) આઉટ કર્યો છે, આ વિકેટ લેતાની સાથે જ તેને પોતાની વનડે કેરિયરમાં 200 વિકેટ પુરી કરી લીધી છે. વળી, 200 વિકેટ પુરી થવાથી તે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં  ટી20માં 100, વનડેમાં 200 અને ટેસ્ટમાં 300 વિકેટો લેનારો પહેલો બૉલર બની ગયો છે.


ટિમ સાઉથીએ રચ્યો ઇતિહાસ - 
ન્યૂઝીલેન્ડના અનુભાવી ફાસ્ટ બૉલર ટિમ સાઉથીએ ભારત વિરુદ્ધ પહેલી વનડે મેચમાં પોતાની કેરિયરની 200 વિકેટ પુરી લીધી છે. વળી, હવે તે વનડેમાં 200, ટી20માં (134)  100 થી વધુ અને ટેસ્ટ (347)માં 300 થી વધુ વિકેટો લેનારો દુનિયાનો પહેલો બૉલર બની ગયો છે. ટિમ સાઉથીએ 149 વનડે મેચો રમી છે, આ મેચોમાં તેને 200 બેટ્સમેનોનો શિકાર કર્યો છે. તેને ઓકલેન્ડમાં આજે રમાઇ રહેલી માચેમાં પણ ભારતીય કેપ્ટન શિખર ધવનને  (72) પેવેલિયન મોકલીને વનડે કેરિયરની 200 વિકેટ પુરી કરીને ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. ટિમ સાઉથી કીવી ટીમનો સૌથી વિશ્વાસપાત્ર બૉલર ગણાય છે, તેને કેટલીય વાર પોતાની શાનદાર બૉલિંગથી આ વાતને સાબિત કરી બતાવી છે. 


કિવી બોલર ટીમ સાઉથીએ ભારત સામે લીધી હેટ્રિક, મલિંગાની ક્લબમાં થયો સામેલ


ટીમ સાઉથીએ 20મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર અનુક્રમે હાર્દિક પંડ્યા 13 રન, દીપક હુડ્ડા  0 રન અને વોશિંગ્ટન સુંદર 0 રને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. આંતરરાષ્ટ્રીય ટી20માં સાઉથીની આ બીજી હેટ્રિક હતી. જેની સાથે તે મલિંગની ક્લબમાં સામેલ થયો હતો. મલિંગાએ પણ આંતરરાષ્ટ્રીય ટી20માં બે વખત હેટ્રિક લીધી છે.


IND vs NZ: શિખર ધવને સંજૂ સેમસનને આપી તક


ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. ફેન્સ સતત ટીમ ઈન્ડિયાને સંજૂને સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા. હવે સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ઓકલેન્ડમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં સંજૂને તક આપી હતી. ભારતના આ વિકેટ કીપર બેટ્સમેનની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે. ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા સંજુએ તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.