Raveena's Daughter Rasha Thadani Photos: બૉલીવુડ સ્ટારના તો કરોડો દિવાના હોય છે, પરંતુ સ્ટાર કિડ્સ આ મામલામાં ક્યાં પાછળ રહે છે, તાજેતરમાં જ શેર કરવામાં આવેલી તસવીરોમાં રાશાએ પોતાનો હૉટ અંદાજ બતાવતા ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ છે. રાશા એ રવિનાની દીકરી છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થદાની અત્યારે માત્ર 17 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે. રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે, રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે.
આ તસવીરોમાં સ્ટાર કિડ્સ રાશાનુ આઇલાઇનર ઓન પૉઇન્ટ દેખાઇ રહ્યું છે, સાથે જ તેના ચહેરા પર આ લૂક ખુબ શોભી રહ્યો છે. રાશા હજુ માત્ર 17 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે. અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, રાશા હજુ માત્ર 17 વર્ષની છે અને એકદમ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરી રહી છે, આ પહેલા સ્ટાર કિડ્સ એટલે કે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. રિપોર્ટ છે કે, ખુશી કપૂર બહુજ જલદી એક્ટિંગની દુનિયામાં પગ મુકી શકે છે, જોકે રાશાનુ એક્ટિંગ અંગે કોઇ અપડેટ નથી.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232k થી વધુ ફોલોઅર્સ છે. રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે.
---