63 વર્ષની આ એક્ટ્રેસ દેખાઇ એકદમ મોર્ડન લૂકમાં, ગૉગલ પહેરેલા ફોટા થયા વાયરલ
માધુર દીક્ષિત પણ સ્ક્રીનિંગમાં આવી હતી.
શ્રીદેવીના પતિ બોની કપૂર પણ સ્ક્રીનિંગમાં પહોચ્યાં હતા.
શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ સ્ક્રીનિંગમાં જોવા મળી.
ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર પણ રાની મુખર્જીને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.
સ્ક્રીનિંગમાં શમિતા શેટ્ટી પણ જોવા મળી હતી.
નોંધનીય છે કે, ચાર વર્ષના લાંબા બ્રેક બાદ હિચકી દ્વારા રાની મુખર્જી કમબેક કરી રહી છે. આ ફિલ્મ આગામી અઠવાડિયે રિલીઝ થશે. ગુરુવારે મુંબઇના યશરાજ સ્ટૂડિયોમાં સ્પેશ્યલ સ્ક્રિનિંગ હતું, જેમાં બૉલીવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી.
ગૉગલમાં રેખાના લૂકની ખુબ પ્રસંશા થઇ રહી છે. સુષ્મિતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પર એક પ્રસંશકે રેખાના લૂકને સ્ટનિંગ કહ્યું, તેને કહ્યું સુષ્મિતા જુઓ અલિશાએ કેટલું યોગ્ય કર્યું અને તમે. ખરેખરમાં સુષ્મિતાના એક ખોટા પૉઝને લઇને આમ પ્રસંશકે કહ્યું હતું. સુષ્મિતાએ હિચકીની ખોટી સિગ્નેચર સાઇન કરી દીધી હતી.
હકીકતમાં, ફોટો વાયરલ થવાનું કારણ બૉલીવુડની સીનિયર એક્ટ્રેસ રેખાનો અંદાજ છે. તે એક લાંબા સમય બાદ કોઇ પબ્લિકલી કાર્યક્રમમાં મૉડર્ન લૂકમાં જોવા મળી છે. સામાન્ય રીતે તેને સાડી જેવા પરંપરાગત ડ્રેસમાં જ જોવામાં આવે છે.
મુંબઇઃ શુક્રવારે સવારે બૉલીવુડની સૌથી ફિટ અને સુંદર એક્ટ્રેસ કહેવાતી સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પૉસ્ટ કર્યો, આ ફોટો માત્ર ગણતરીની મિનીટોમાં જ વાયરલ થઇ ગયો. 6 કલાકમાં આ ફોટાને લગભગ 52 હજારથી વધુ લોકો લાઇક્સ કર્યો. ખરેખર આ ફોટા અનેક રીતે મહત્વનો છે. પુત્રીઓ સાથે સુષ્મિતા પોતાની મિત્ર રાની મુખર્જીની અપકમિંગ ફિલ્મ 'હિચકી'ના પ્રમૉશનમાં પહોંચી હતી, જે ફોટો વાયરલ થઇ રહ્યો છે તેમાં કરણ જોહર પણ દેખાઇ રહ્યો છે.