દક્ષિણ આફ્રિકાના ક્યા ક્રિકેટરના 8 પેક જોઈને ક્રિકેટ ચાહકો થયા દંગ, જુઓ તસવીરો

38 વર્ષના ઈમરાન તાહિર પીએસએલ ટીમ મુલ્તાન સુલ્તાંસ માટે રમી રહ્યો છે. રવિવારે ઈસ્લામાબાદ યૂનાટેડની વિરુદ્ધ મેચ દરમિયાન તેણે બધા ચાહકોને 8 પેક એબ્સ બતાવ્યા હતા. મેચની 13મી ઓવરમાં ઈમરાન તાહિરે વિકેટીકપર સંગાકારાની પાસે થ્રો ફેંક્યો ત્યાર બાદ કેમેરો તેની ઉપર લઈ જવામાં આવ્યો હતો અને કોમેન્ટ્રીમાં તેની ફિલ્ડીંગને લઈને વાત કરવામાં આવી રહી હતી.
મહત્વની વાત એ છે કે દક્ષિણ આફ્રિકાનો લેગ સ્પિનર ઈમરાન તાહિરના 8 પેક એબ્સ જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા હતાં.
ઈમરાન તાહિરની આ તસવીર ખરેખર અદભુત છે કારણ કે વિરાટ, બ્રેંડન મેક્કલમ, એબી ડીવિલિયર્સની ફિટનેસ તો બધાંએ જોઈ છે અને તેમની બોડીને કારણે તેઓ ચર્ચામાં રહે છે પરંતુ આ ખેલાડીની પાસે ઈમરાન તાહિર જેવા 8 પેક એબ્સ નહીં. ઈમરાન તાહિર પાકિસ્તાન સુપર લીગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ઈસ્લામાબાદ યૂનાટેડની વિરુદ્ધ 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
આ દરમિયાન ઈમરાન તાહિરે પોતાની ટી-શર્ટ ઉપર કરી ત્યાર બાદ ચાહકોના હોશ ઉઠી ગયા હતા. ઈમરાન તાહિરના 8 પેક એબ્સ બન્યા હતાં અને બધાં લોકો તેના વખાણ કરવા લાગ્યા હતાં. ઈમરાન તાહિરની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
કોહલી અને હાર્દિક પંડ્યાના એબ્સની તસવીર તો ઘણીવાર સામે આવી છે પરંતુ 38 વર્ષના તાહિરના 8 પેક એબ્સની તસવીર પહેલીવાર સામે ત્યારે આવી જ્યારે તે દુબઈમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગની મેચમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ક્રિકેટની દુનિયાનો સૌથી ફિટ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. પોતાની આ ફિટનેસના દમ પર વિરાટ કોહલી દરેક મેચમાં કોઈના કોઈ રેકોર્ડ તોડી નાખે છે. વિરાટ કોહલીના ફિટનેસ અને તેની બોડી પર ચાહકો ફિદા છે પરંતુ શું તમે જાણો છે કે સાઉથ આફ્રિકાના લેગ સ્પિનર ઈમરાન તાહિરની બોડી વિરાટ કોહલી કરતાં જોરદાર છે.