બોલિવૂડ:સુશાંત સિંહ રાજપૂતની પહેલી વરસી પર ફેન્સ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. દરેક લોકો પોતાના અંદાજથી અચાનક દુનિયા છોડીને જતાં રહેલા સ્ટારને યાદ કરી રહ્યાં છે. 


બોલિવૂડમાં કોરિયોગ્રાફરથી ફિલ્મ પોડ્યૂસર બનનાર રેમો ડિસૂજાએ પણ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યાં. રેમો ડિસૂજાએ આ દરમિયાનન સુશાંતના એક અધૂરા સપનાનો ઉલ્લેખ કર્યો અને અસસમયે સુશાંતની વિદાયને લઇને દુ :ખ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, " કાશ તે અમારી સાથે હોત તો અમે ફિલ્મ કરી શકત. 


સુશાંત  ડાન્સ પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા
ઉલ્લેખનિય છે કે, ઇન્ટરવ્યુ દરમિયાન રેમો ડિસૂજાએ ખુલાસો કર્યો કે, સુશાંત ડાન્સ બેસ્ડ ફિલ્મ કરવા ઇચ્છતા હતા, "રેમોએ કહ્યું કે, સુશાંત મારી સાથે એક ફિલ્મ કરવા ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે, તે જ્યારે તેમની ફિલ્મ છિછોરેને પ્રમોટ કરતા હતા અને ડાન્સ પ્લસમાં આવ્યાં હતા. આ સમયે તેમને ડાન્સ પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.  સુશાંતને યાદ કરતાં રેમોએ કહ્યું કે, "તે એક અમેજિંગ ડાન્સર પણ  હતા, તે દરેક પર્ફોમ્સમાં કમાલ કરતા હતા"



આજે યાદ કરૂં છું તો રૂંવાટાં ઉભા થઇ જાય છે
રેમો તેની મુલાકાતનને યાદ કરતા કહે છે કે,સુશાંતે કહ્યું હતું કે, સર આપને ખબર છે હું સારો ડાન્સર છું. 'ચલો એક ડાન્સ ફિલ્મ કરતે હૈ' આ વાત યાદ કરતા મારા રૂવાટાં ઉભા થઇ જાય છે. 


ડાન્સ શો ઝલક દિખલાજામાં મળ્યાં હતા રેમો અને સુશાંત 
ઉલ્લેખયનિય છે કે, રેમો  અને સુશાંતની પહેલી મુલાકાત સોની ટીવીના શો  ઝલક ઝલક દિખલા જા દરમિયાન થઇ હતી. સુશાંત આ શોમાં રનરઅપ રહ્યાં હતા. આ શોમાં રેમો જજ તરીકે સામેલ થયા હતા. સુશાંત એક ટ્રેન્ડ ડાન્સર પણ હતા. તેમણે શ્યામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લીધી હતી.