મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની સીબીઆઈ પૂછપરછ કરી રહ્યું છે. તેની મુંબઈના ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈની ટીમ અભિનેતાના મોતની તપાસને લઈ અહીં રહે છે.

પ્રથમ વખત છે જ્યારે અભિનેતાની મોત મામલે સીબીઆઈ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. રિયા ચક્રવર્તીની સીબીઆઈની ટીમ 8 જૂનના સુશાંતનું ઘર છોડીને જવા મામલે સવાલો પૂછી શકે છે.

સુશાંત 14 જૂને પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રિયાએ એ સવાલો પણ પૂછવામાં આવી શકે છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે કેવા સંબંધો હતા ?

આ સાથે જ રિયા ચક્રવર્તીનો દાવો કે સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો આ મામલે પણ સવાલો પૂછવામાં આવી શકે છે. સુશાંતના મોતના દિવસને લઈને પણ અભિનેત્રીને કેટલાક સવાલો પૂછવામાં આવી શકે છે.

અધિકારીએ જણાવ્યું કે રિયા ચર્રવર્તીને શુક્રવારે સવારે 10.30 વાગ્યે તપાસ ટીમ સામે રજૂ થવા માટે એજન્સીએ જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે રિયા ચક્રવર્તી સાંતા ક્રૂઝ સ્થિત ડીઆરડીઓ અતિથિ ગૃહ જવા માટે સવારે 10 વાગ્યે પોતાના ઘરેથી નિકળી છે.

સીબીઆઈની ટીમ અભિનેતાની મોત કેસની તપાસને લઈ શહેરમાં છે. ગુરૂવારે એજન્સીએ ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું હતું. એજન્સીએ શૌવિકની આઠ કલાકથી વધુ પુછપરછ કરી તેનું નિવેદન નોધ્યું હતું.

સીબીઆઈ આ કેસમાં અત્યાર સુધીમાં અભિનેતા સાથે ફ્લેટમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાની, જમવાનું બનાવનાર નિરજ સિંહ અને સહાયક દીપેશ સાવંત અને અન્યની પૂછપરછ કરી ચૂક્યું છે.