નવી દિલ્હીઃ NEET-JEE મામલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ થઇ છે. 6 બિન બીજેપી શાસિત રાજ્યોના મંત્રીઓએ અરજી દાલલ કરીને કોર્ટ પાસે 17 ઓગસ્ટના તે ફેંસલાને ફરીથી વિચાર કરવાની માંગ કરી છે. આ પરીક્ષા પર રોક લગાવવાથી મના કરવામાં આવી હતી.


અરજી દાખલ કરનારા મંત્રી પશ્ચિમ બંગાળના મોલેય ઘટક, ઝારખંડના રામેશ્વર ઉરાંવ, છત્તીસગઢના અરમજીત ભગત, રાજસ્થાનના રઘુ શર્મા, પંજાબના બલવીર સિદ્ધુ, મહારાષ્ટ્રના ઉદય સામંત છે.

આ પહેલા સાયંતન બિસ્વાસ સહિત 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતુ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 1 થી 6 ડિસેમ્બરની વચ્ચે JEE (મેઇન) અને 13 સપ્ટેમ્બરે NEETની પરીક્ષા આયોજિત કરવાની જાહેરાત કરી છે. દેશમાં જે સ્પીડથી હાલના સમયે કોરોના ફેલાઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી તમામ પરીક્ષાનુ આયોજન વિદ્યાર્થીઓ અને તેના પરિવારના સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઉભો કરી શકે છે. એટલા માટે સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવે.

17 ઓગસ્ટના કેસમાં જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતા વાળી 3 જજોની બેન્ચની સામે આ કેસ આવ્યો, પરંતુ કોર્ટે રાષ્ટ્રીય સ્તર પર મેડિકલ અને એન્જિનીયરિંગમાં એડમીશન માટે યોજાનારી પરીક્ષાઓને સ્થગિત કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓનુ એક કિંમતી વર્ષ આમ જ બરબાદ ના થવા દેવામાં આવી શકે.

હવે 6 રાજ્યોના મંત્રીઓએ અરજી દાખલ કરીને કોર્ટ પાસે ફેંસલા પર ફરીથી વિચાર કરવાની માંગ કરી છે. અરજીમાં કોરોના અને પુરની સ્થિતિનો હવાલો આપવામાં આવ્યો છે.કહેવામાં આવ્યુ છે કે કોરોનાની વચ્ચે હજુ પરીક્ષાથી વિદ્યાર્થીઓના સ્વસ્થ્યને ખતરો થઇ શકે છે. ટ્રાફિકને લઇને ટેસ્ટ સેન્ટરની નજીક રોકાવવા માટે જગ્યા સાથે જોડાયેલી સમસ્યાઓના કારણે તેમના પર માનોવૈજ્ઞાનિક દબાણ પણ આવશે.