મુંબઈ: અભિનેતાના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની NCB પૂછપરછ કરી રહ્યું છે. આ મામલે રવિવારે NCBએ રિયા ચક્રવર્તીની પ્રથમ વખત 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા રિયાની ઈડી અને સીબીઆઈ પણ પૂછપરછ કરી ચૂક્યું છે.


રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ અને આરએમએલના ડૉક્ટર તુણ કુમાર સામે ફરિયાદ નોંધાવી છે. રિયાએ સુશાંત સિંહ રાજપૂત માટે ખોટા મેડિકલ દસ્તાવેજના મામલે સુશાંતની બહેન સામે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના 14 જૂને થયેલા મોત બાદ અભિનેતાનો પરિવાર રિયા ચક્રવર્તી ઉપર અલગ-અલગ આરોપ લગાવી રહ્યું છે. જ્યારે રિયા પણ સુશાંતના પરિવાર પર અલગ-અલગ આરોપ લગાવી રહી છે. સુશાંતના પિતાની ફરિયાદ બાદ સીબીઆઈ, ઈડી અને એનસીબી આ મામલે તપાસ કરી રહી છે.

એનસીબીને મોબાઈલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડેટા મળી આવ્યો હતો જેમાં ડ્રગ્સની ખરીદીમાં એ લોકોની સંડોવણી હોવાની વાત સામે આવી હતી. એનસીબીએ આ મામલે તપાસ દરમિયાન રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડા અને સુશાંતના અંગત સ્ટાફના સદસ્ય દીપેશ સાવંતની ધરપકડ કરી હતી.