મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ બાદ સીબીઆઈ તપાસ કરી રહી છે. આ મામલે ઈડી પણ તપાસ કરી રહી છે અને હાલમાં જ ઈડીએ રિયા ચક્રવર્તીની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી. આ દરમિયાન તેની સંપત્તિ અને સુશાંતના બિઝનેસને લઈને પૂછપરછ કરવામાં આવી. કહેવાય છે કે, તેણે ઈડીને તપાસમાં સહયોગ નથી કર્યો. પરંતુ હવે રિચા યક્રવર્તીના વકીલે કહ્યું કે, રિયાની પાસે સુશાંતનું શું શું છે.

રિયાના વકીલ સતીશ માનેશિંદેએ કેટલીક તસવીર રિયા તરફથી શેર કરી છે. આ તસવીરમાં સુશાંત સિંહ રાજપૂતના હેન્ડરાઈટિંગમાં લખેલ એક નોટ શેર કરવામાં આવી છે. તેમાં તેણે સુશાંત સિંહ કેટલાક લોકો પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. જોકે જેના પ્રત્યે સુશાંત આભાર વ્યક્ત કરે છે તેના નિક નેમ લઘ્યા છે. સતીશ માનેશિંગેએ રિયાને ટાંકીને આ નિક નેમ વિશે જણાવ્યું છે. રિયાએ કહ્યું કે, ‘આ સુશાંતની હેન્ડરાઈટિંગ છે. લિલ્લૂ શોવિક છે, બેબૂ હું છું, સર મારા પિતા છે, મેમ મારી માતા છે અને ફજ તેનો (સુશાંત)નો કુતરો છે.”



સુશાંતની હેન્ડરાઇટિંગમાં લખેલ આ નોટમાં લખ્યું છે, “હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું. મારા જીવનમાં બેબૂના આવવા માટે આભાર વ્યક્ત કરું છું. મારા જીવનમાં સરના આવવાથી હું ખુશ છું, મારા જીવનમાં મેમના આવવાથી હું ખુશ છું. મારા જીવનમાં ફજનના આવવાથી હું ખુશ છું. આ બધાના મારા જીવનમાં આવવાથી હું ખૂબ જ ખુશ છું. ”