મુંબઇઃ ઓનલાઇન ફૂડ સર્વિસ વેબસાઇટ ઝોમેટો આજકાલ વિવાદોમાં સપડાયુ છે, આનુ કારણ પણ આશ્ચર્યજનક છે. ખરેખરમાં એક વ્યક્તિએ ઝોમેટોના ડિલીવરી બૉય પાસેથી એટલા માટે ખાવાનું ના લીધુ, કેમકે તે મુસ્લિમ હતો. બાદમાં વિવાદ વકર્યો અને હવે સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. આ મામલે એક્ટ્રેસ ઋચા ચઢ્ઢા તો ભડકી ગઇ અને ખાસ રિએક્શન પણ આપી દીધુ.

ઋચા ચઢ્ઢાએ ઝોમેટોના ખાવાનું ધર્મના નામે પાછુ મોકલવાનાર કસ્ટમરના ટ્વીટનો સ્ક્રીનશૉટ લગાવતા લખ્યું કે, વધારે નફરત ના કરાય, એસિડીટી થઇ જશે. ઠંડુ રાખ, જે ખાવું છે તે ખાઇ લે, જાહેરાત કેમ કરે છે, ટ્વીટર પર થાલી ચમચી લઇને બુમો જ પાડે છે, હકીકતમાં થાળી ચમચી નથી મળતી ખાવાનું ખાવા માટે દોસ્ત.


એક્ટ્રેસના આ મજેદાર જવાબ પર ફેન્સે પણ મજેદાર રિએક્શ આપવાના શરૂ કરી દીધા હતા.

Created with GIMP

નોંધનીય છે કે, એક કસ્ટમરે ઝોમેટો પાસેથી ખાવાનો ઓર્ડર કર્યો હતો, ડિલીવરી બૉય મુસ્લિમ હોવાથી તેને તેને પાછુ મોકલી દીધુ હતુ. એટલુ જ નહીં તેને આનું એક ટ્વીટ કરીને લોકોને જાણ કરી હતી. બાદમાં ઝોમેટોએ પણ રિટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.