વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝ પહેલા વિરાટ-અનુષ્કાએ મિયામીમાં કોની સાથે એન્જૉય કરી ગ્રાન્ડ પાર્ટી, જાણો વિગતે
abpasmita.in | 02 Aug 2019 09:55 AM (IST)
ઉલ્લેખનીય છે કે, આગામી 3જી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડકપ 2019 બાદ ભારતની આ પહેલી ક્રિકેટ સીરીઝ છે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, આ તસવીરો મિયામીની રેસ્ટૉરન્ટની હોવાનું મનાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝ પહેલા મિયામીમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. આ દરમિયાન તેમને એક લંચ પાર્ટી પણ એન્જૉય કરી હતી. આ પાર્ટી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ સાથે નહીં પણ પોતાના ખાસ મિત્રો સાથે એન્જૉય કરી હતી. તેની કેટલીક તસવીરો અહીં છે. ટીમ ઇન્ડિયા હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં છે, આ અહીં પતિને સપોર્ટ કરવા અનુષ્કા પહોંચી છે. અનુષ્કાએ વેસ્ટ ઇન્ડિઝ જતાં પહેલા પતિ વિરાટ સાથે મિયામીની સફર કરી હતી. ત્યાંથી આ તસવીરો વાયરલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, આગામી 3જી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડકપ 2019 બાદ ભારતની આ પહેલી ક્રિકેટ સીરીઝ છે.