મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. હાલમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું- તેઓ ગયા, ઋષિ કપૂર ગયા. હાલમાં જ તેમનું નિધન થયું. હું ભાંગી ગયો છું.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર લખ્યું- "ભારતીય સિનેમા માટે એક ભયાનક સપ્તાહ છે. જેમાં વધુ એક દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું અવસાન થયું છે. એક અદભૂત અભિનેતા, પેઢી દર પેઢી વિશાળ પ્રશંસકોની સાથે તેમને ખૂબ યાદ કરવામાં આવશે. આ દુઃખના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

બુધવારે બોલિવૂડ એકટર ઈરફાન ખાનનું અવસાન થયું હતું અને આજે ઋષિ કપૂરના અવસાનથી બોલિવૂડ જગતે બે દિવસમાં બે ટોચના અભિનેતાઓ ગુમાવ્યા છે.