નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે મંગળવારે પોતાની જ ટીમના બેટ્સમેન જોસ બટલરન ખૂબ વખાણ કર્યા છે. સ્ટોક્સે કહ્યું કે, વિકેટકીપર બેટ્સમેન વનડે ક્રિકેટમાં સૌથી ખતરનાક છે અને મારા પ્રમાણે તે વનડેમાં હાલમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. આ બેટ્સમેન તમને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. એ 360માં પણ રમી શકે છે જેમ તે વર્લ્ડ કપ ફાઈનલમાં રમ્યો હતો.


સ્ટોક્સે આગળ કહ્યું કે, આવો ખેલાડી કોઈપણ બોલર માટે ડરામણા સપના જેવો છે. રાજસ્થાન રોયલ્સના સ્પિન કન્સલટન્ટ અને ન્યૂઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢીની સાથે રોયલ પોડકાસ્ટ એપિસોડ ચેટ દરમિયાન સ્ટોક્સે આ બધી વાતો કહી હતી.

ઇંગ્લેન્ડે વર્ષ 2019 વર્લ્ડ કપના ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને જીત મેળવી હતી. આ વિવાદિત ફાઈનલને આજે પણ લોકો યાદ કરે છે. 242 રનના સ્કોરને ચેસ કરતા  સ્ટોક્સે 84 રનની ઇનિંગ રમી હતી અને અંત સુધી પોતાની ટીમને લઈને ગયા હતા. જોકે આ મેચ અંતમાં સુપર ઓવર દરમિયાન પૂરી થઈ હતી જ્યાં મેચ ટાઈ પડી હતી અને બાદમાં ઇંગ્લન્ડને બાઉન્ડ્રીના નિયમ અનુસાર જીત આપવામાં આવી હતી. પોતાની ફિટનેસ પર વાત કરતાં સ્ટોક્સે કહ્યું કે, તે દરરોજ 45 મિનિટથી લઈને 1 કલાક પોતાની ફિટનેસ માટે કાઢે છે અને એવામાં તે વિચારે છે કે ખુદને ફિટ રાખવા માટે વધારે શું કરી શકે છે.

સ્ટોક્સે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. એવામાં તેણે કહ્યું કે, ટી20 ક્રિકેટમાંતમે સેકન્ડ્સ માટે પણ પોતાની આંખ ઝપકાવી નથી શકતા.