આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થઇ રહી છે. જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે, આજે તેનું પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં રિયા ચક્રવર્તી ગાયબ છે. પોસ્ટરમાં ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચન જોવા મળે છે પરંતુ એકટ્રેસમા ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂજા જોવા મળી રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે શું રિયાના સ્થાને ડિસૂજાને રિપ્લેસ કરાઇ છે?
આ મામલે એબીપી ન્યુઝ ટીમે ચહેરેના નિર્માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શક્ય ન બન્યું, ફિલ્મની ટીમ દ્રારા પણ આ સવાલ પર મૌન સેવાયું છે. ત્યારે પોસ્ટરમાંથી રિયા ચક્રવર્તી ગાયબ હોવાથી તેમને ફિલ્મમાંથી દૂર કર્યાની અટકળો તેજ થઇ હતી.