બોલિવૂડને અનેક યાદગાર ગીતો આપનાર સંતોષ આનંદજીને ઇન્ડિયન આઇડલમાં આમંત્રિત કરાયા હતા. જો કે શોમાં બનેલી એક ઘટનાના કારણે લોકો શોના મેર્કર્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.


ઇન્ડિયન આઇડલમાં મશહૂર ગીતકાર સંતોષ આનંદજીને આમંત્રિત કરાયા હતા. તેમને જોઇને શોમાં મોજૂદ લોકોની જ નહી પરંતુ ટીવી જોનાર દર્શકોની આંખો પણ ભીની થઇ હતી. લોકો તેમને જોઇને ખૂબ જ ભાવુક થઇ ગયા હતા.  આ શો દરમિયાન સંતોષ આનંદજીએ દર્શકોને પુત્ર અને પુત્રવધુના મોતની કહાણી સંભળાવી હતી. જેને સાંભળીને શોમાં મોજૂદ દરેક લોકો ભાવુક થઇ ગયા હતા. જો કે આ શો દરમિયાન એક એવી ઘટના બની જેનાથી એક ગીતકારનું અપમાન થયું હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે ટીઆરપી માટે એક ગીતકારનું અપમાન કરવામાં આવ્યું.

શો દરમિયાન નેહા કક્કડે સંતોષ આનંદજીને પાંચ લાખ રૂપિયાની મદદની કરી, આ ઘટના દરેક લોકોને ખટકી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાના પગલે ગુસ્સો ઠાલવી રહ્યાં છે. લોકોનું માનવું છે કે,  શો મેકર્સે ટીઆરપી માટે સમગ્ર ખેલ ખેલ્યો છે. એક યુઝરે લખ્યું.  લખ્યું કે ‘ટીઆરપી માટે શોના મેકરે એક ગીતકારની ગરીબીને વેચી’


शर्म आती है जब मीडिया ख़बर बेंचने के लिए इतना गिर जाता है! एक लेखक के स्वाभिमान की धज्जियाँ उड़ा के रख दीं. #SantoshAnand जी एक अच्छी, सुखी और सार्थक ज़िंदगी जी रहे हैं. कभी मिलो उनसे, उनकी ख़ुद्दारी का क़द बड़े-बड़ों को बौना करने के लिए काफ़ी है. SHAME. pic.twitter.com/8gYT5ASins