દીપિકાએ પોતાના ક્યા એક્સ-બોયફ્રેન્ડના નામનું ટેટુ હજુ નથી કઢાવ્યું? ક્યાં ચિતરાવ્યું છે આ ટેટુ ને કેવી રીતે ખબર પડી?
દીપિકા અને રણબીર કપૂર સાથેના સંબંધોનો પછી અંત આવ્યો પણ બંને વચ્ચે સારી દોસ્તી હજુય ટકી રહી છે. હવે દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં છતાં એ ટેટુ દીપિકાએ કઢાવ્યું નથી તાજેતરમાં ફોટોગ્રાફર્સે દીપિકાની ગરદનનો પોઝ અકસ્માતે લઇ લીધો ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ‘આરકે’ નું ટેટુ હજુ ત્યાં છે.
રણવીર સિંહ સાથે દીપિકાએ લગ્ન કર્યાં છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા-ગોલિયોં કી રાસલીલા’ના શૂટિંગ વખતે બંને નિકટ આવ્યાં હતાં. એ પછીની ફિલ્મ બાજીરાવ મસ્તાની વખતે બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા અને પદ્માવત કરતી વખતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
રણવીર સાથેના સંબંધો ગાઢ થયા એ પહેલાં દીપિકાનો રણબીર કપૂર સાથે અફેર ચાલતું હતું. એ સમયે તેણે પોતાની ગરદન પર રણબીર કપૂરના નામના ટૂંકાક્ષર ‘આરકે’ નું છૂંદણું છૂંદાવ્યું હતું. આ ટેટુ વિશે મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી.
મુંબઇઃ તાજેતરમાં લગ્ન કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણે રણવીરસિંહને ભલે પરણી પણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણવીર કપૂરની યાદ તેણે સાચવી છે. દીપિકાએ પોતાની ગરદન પર બનાવડાવેલું રણબીર કપૂરના નામનું ‘આરકે’ ટેટુ હજુ કાઢી નાખ્યું નથી.