યુવરાજ જેવા સ્ટાર બેટ્સમેનને છોડીને આ પ્લેયર પર આવ્યું પ્રીત ઝિંટાનું દિલ! 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો
પ્રભસિમરન સિંહને આટલી મોટી કિંમત મળવાનું કારણ તેની આક્રમક બેટિંગ અને એક વિકેટકિપર હોવું છે. પટિયાલાના રહેવાસી પ્રભસિમરને પંજાબ અંડર-23 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટૂર્નામેન્ટમાં 301 બોલમાં 298 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 13 છગ્ગા અને 29 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ બાદ પ્રભસિમરને તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને આઈપીએલમાં તેને 4.80 કરોડ રૂપિયા મળ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પ્રભસિમરનસિંહ એમ એસ ધોની અને એડમ ગિલક્રિસ્ટને પોતાના આદર્શ માને છે. પ્રભસિમરનસિંહને આટલી મોટી રકમ મળ્યા બાદ આઈપીએલ એક્સપર્ટસે કહ્યું કે, પ્રભસિમરનસિંહમાં સિક્સર મારવાનો દમ છે. પરંતુ તે તેનાથી વધુ સાર બેટ્સમેન દેખાય છે. આમ તો તેને જમણોરી રિષભ પંત કહીએ તો તેમાં કંઈ ખોટું નથી.
નવી દિલ્હીઃ આઈપીએલ 19ની હરાજીમાં 17 વર્ષીય યુવા બેટ્સમેન પ્રભસિમરન સિંહનું નસીબ બદલાઈ ગયું છે. જયુપરમાં 18 ડિસેમ્બરે યોજાયેલ હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબે પ્રભસિમરનને 4.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે પ્રભસિમરનસિંહે માત્ર 4 લિસ્ટ એ મેચ રમી છે, જેમાં તેણે માત્ર 18 રન જ કર્યા છે. તેમ છતાંય કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજસિંહ જેવા સ્ટાર બેટ્સમેનને મૂકીને આ બેટ્સમેનને આટલી મોટી કિંમત પર ખરીદ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -