Bollywood:ફિલ્મ નિર્દેશક રૂમી જાફરી હાલ તેમની ફિલ્મ ચેહરેને લઇન ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમીની સાથે રિયા ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તીનો લીડ રોલ છે.


કોરોનાની મહામારીના કારણે ફિલ્મ ચેહરેના રિલિઝની ડેટને લંબાવાઈ હતી. જો કે આ ફિલ્મમાં વિવાદમાં આવેલ રિયાની મુખ્ય ભૂમિકા હોવાથી પણ લોકો આ ફિલ્મને લઇને વધુ એક્સાઇડેટ છે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્દેશકે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, “ફિલ્મને અલગ રીતે અને ખાસ રીતે બનાવાય છે. ફિલ્મમાં બધાએ સારૂ કામ કર્યં છે. દરેકનો કિરદાર દમદાર છે”


ફિલ્મને સિનેમા માટે બનાવાય છે


એક ઇન્ટરવ્યુમાં રૂમી જાફરીએ કહ્યું કે, આ ફિલ્મ પબ્લિક થિયેટર માટે બનાવાય છે. જો કે બાકી તો બધું જ અમારા પ્રોડ્યુસર પર નિર્ભર છે. તે આ ફિલ્મને ગમે તે રીતે રીલિઝ કરે. હું તેમની સાથે છું. આ ફિલ્મનું ટ્રેલર આ વર્ષે 18 માર્ચે 2020માં રિલીઝ થયું હતું. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે.


રિયાએ ફિલ્મમાં બેસ્ટ કામ કર્યું


રૂમીએ રિયા ચક્રવર્તીને લઇને પણ ખુલ્લીને વાત કરી છે. તેમણે રિયાની પ્રશંસા કરતા કહ્યું કે, તે ફિલ્મના મોટાભાગના હિસ્સામાં છે. આ ફિલ્મમાં તેમણે કમાલની એક્ટિંગ કરી છે. ઉપરાંત તેમણે ચેહરે ફિલ્મ વિશે બીજી પણ એક અગત્યની વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ અમિતાભ બચ્ચનના દિલની બહુ જ નજીક છે. ફિલ્મ નિર્દશક રૂમી જાફરીએ કહ્યું કે, ફિલ્મના ડાયલોગ્સ કંકઇ એ રીતે લખાયા છે કે, થિયેટરમાં સીટીઓ અને તાળીઓ વાગવી એકદમ નિશ્ચિત છે.


ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું તેમાંથી રિયા ચક્રવર્તી ગાયબ હતી. પોસ્ટર રિલીઝ થયા બાદ રિયાની આ ફિલ્મમાં મોજુદગી પર પણ અને શંકાઓ ઉઠી હતી. જો કે રિયા ચક્રવર્તી ફિલ્મ હોવાની સ્પષ્ટતા થયા બાદ આ ફિલ્મને લઇને દર્શકો વધુ એક્સાઇટેડ છે.