Rupali Ganguly Depression: 'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી વર્ષો પહેલા આવેલ તેના શો સારાભાઇ Vs સારાભાઇના સમયમાં ખુબ જ ચર્ચિત રહી હતી. પરંતુ આ સારા સમય બાદ તેના જીવનમાં ઘણા ખરાબ તબક્કા જોવા મળ્યા. ક્યારેક તેને તેના જ મિત્રો, પરિવાર, સગા - સંબંધીઓ દ્વારા ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી આ બાદ અભિનેત્રી તો ડિપ્રેશનનો શિકાર પણ બની હતી.
Anupamaa Rupali Ganguly Trolls: ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ઘણા વર્ષો સુધી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ સ્ટાર પ્લસના સુપરહિટ શો 'અનુપમા'થી પુનરાગમન કર્યું છે. રૂપાલી ગાંગુલી આજે નાના પડદાની સૌથી ફેવરિટ અભિનેત્રીઓમાંની એક છે. કારણ કે ભારતીયો મુજબ તેનું પાત્ર દરેક ભારતીય ગૃહિણીઓ જેવું જ છે. એટલું જ નહીં અનુપમા શરુ થયા બાદ આજે તે ટીવીની સૌથી વધુ ટીરાપી મેળવતો શો પણ બન્યો છે આ માટે જ તે હાલમાં સૌથી મોંઘી અભિનેત્રી પણ છે. આજે તે ભલે ટીવીની ક્વીન બની ગઈ હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેને ખૂબ મેણા ટોણા મારવામાં આવતા હતા.
પાડોશીઓ ટોણા મારતા હતા:
આ વર્ષ 2015ની વાત છે જ્યારે અભિનેત્રીએ તેના પુત્ર રુદ્રાંશને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ રૂપાલી ગાંગુલીનું વજન ઘણું વધી ગયું હતું. વજન વધતાની સાથે જ દરેક મહિલાને લોકોના ટોણા સાંભળવા પડે છે અને આવું જ કંઈક રૂપાલી ગાંગુલી સાથે થયું છે. એકવાર અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે પડોશીની કાકી તેના વધતા વજન માટે તેને ટોણો મારતી હતી અને જજ કરતી હતી. આ જ કારણ હતું કે જ્યારે રાજન શાહી 'અનુપમા' માટે રૂપાલી પાસે ગયા ત્યારે તેણે તેના વજનના કારણે પહેલો શો ના પાડી દીધો હતો. જોકે, પતિ અશ્વિનના કહેવા પર રૂપાલીએ શોની ઓફર સ્વીકારી લીધી હતી.
ડિપ્રેશનનો શિકાર બની ગયેલ છે અભિનેત્રી:
માત્ર મેણા ટોણા જ નહીં, પરંતુ રૂપાલી ગાંગુલીના જીવનમાં એક એવો વળાંક પણ આવ્યો છે જ્યારે તેને ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. એકવાર રૂપાલી ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે તે ગર્ભવતી ન હોવાને કારણે ખૂબ જ પરેશાન હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, થાઇરોઇડના કારણે તેને ગર્ભધારણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. લાખ પ્રયાસો બાદ પણ સફળતા ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. માટે જ જયારે તેના પુત્રનો જન્મ થયો તો અભિનેત્રી તેના પુત્ર રુદ્રાંશને વરદાન માને છે.
હાલમાં રૂપાલી ગાંગુલીની સિરિયલ 'અનુપમા' TRP લિસ્ટમાં લાંબા સમયથી સતત ટોચ પર રહે છે . શોની વાર્તા અને વળાંક અને ટ્વિસ્ટ હંમેશાની જેમ દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યા છે.