SS Rajamouli : આજકાલ બાહુબલી ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ખુબ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મને લઇને સોશ્યલ મીડિયા પર મોટો બઝ બનેલો છે, આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ પણ થવાની હતી પરંતુ આના પર કોરોનાનો માર પડ્યો છે. ઓમિક્રૉનના કેસોને જોતા આરઆરઆરની રિલીઝ ડેટ હાલ પુરતી અનિશ્ચિતકાળ સુધી પૉસ્ટપૉન કરી દેવામા આવી છે. પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે જે ખુબ ચર્ચામાં છે. 


રાજામોલીની RRR છે સૌથી મોંઘી ફિલ્મ, 65 દિવસ સુધી રોજના 75 લાખ ખર્ચીને બનાવાઈ મેગા મૂવી
આરઆરઆર ફિલ્મના ક્રિએશન અને બજેટ વિશે વાત કરતાં ફિલ્મ નિર્માતા રાજામોલીએ તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલને આના સીન વિશે વાત કરી, તેમને જણાવ્યું હતું કે તેને બનાવવા માટે દરરોજ લગભગ 75 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમને કહ્યું કે, આરઆરઆર ફિલ્મનો ઈન્ટરવલ સિક્વન્સ છે તેના માટે ખાસ કરીને 65 દિવસ સુધી શૂટ કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ પ્રતિ દિવસ 75 લાખ રૂપિયા હતો. નિર્માતાએ આ ફિલ્મ કદાચ રૂ. 400 કરોડના બજેટમાં બનાવી છે.


રાજામોલીએ ફિલ્મની સ્ક્રીપ્ટની પણ વાત કરી, તેમને કહ્યું - જ્યારે હું સ્ક્રીપ્ટ લખું છું, ત્યારે હું સૌથી વધુ ખુશ હોઉં છું. કારણ કે ત્યાં કોઈ પ્રતિબંધ નથી, કંઈ નથી. તે ફક્ત તમારો વિચાર છે, તે વહેતો રહે છે. હું એક સારો વાર્તાકાર છું, તેથી તે સમયે મને ખૂબ આનંદ થાય છે. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે અમારી પાસે મોટી યુનિટ્સ હોય છે અને કઇંક ખોટું થાય છે તો દર મિનિટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. જો કોઈ મોટા સીક્વન્સને શૂટ કરતી વખતે વસ્તુઓ બરાબર નથી થતી.


ફિલ્મમાં તમને 2 ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની ગુસ્સાવાળી શૈલી જોવા મળશે. જેમાં જીદ છે, જુસ્સો છે અને કંઈક કરીને બતાવવાની હિંમત પણ છે. 



 


 


આ પણ વાંચો......... 


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?


SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી


CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે


વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ


Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું