નવી દિલ્હીઃ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટની શરૂઆથ થઇ રહી છે. બીજી ટેસ્ટ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગના ગ્રાઉન્ડમાં રમાશે, ત્યારે હવામાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, આજનુ હવામાન સારુ રહે નહીં. જોહાનિસબર્ગ ટેસ્ટમાં પણ હવામાનની દખલગીરી જોવા મળશે. ખાસ વાત છે કે, જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમ છેલ્લા 30 વર્ષથી હારી નથી. ભારત અને આફ્રિકા મેચને લઇને જ્હોનિસબર્ગમાં હવામાનને લઇને મોટા સમાચાર આવ્યા છે.
કેવુ રહેશે હવામાન-
સેન્ચ્યુરિયનની જેમ, જ્હોનિસબર્ગ ટેસ્ટમાં પણ હવામાનની દખલગીરી જોવા મળશે. હવામાના રિપોર્ટ અનુસાર, અહીં સોમવાર એટલે કે 3 જાન્યુઆરીએ પ્રથમ દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ એવા પણ છે કે, પ્રથમ દિવસ બાદ બાકીના ચાર દિવસો માટે વરસાદ અથવા વાવાઝોડાની આગાહી છે. તેથી તમામ સંભાવનાઓમાં આપણે કેટલા સેશનમાં ઘટાડો જોઈ તો નવાઈ નહીં.
જ્હોનિસબર્ગ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે
ઋષભ પંત (વિકેટકીપર)
શાર્દૂલ ઠાકુર
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ