એક્ટર રાજકુમાર રાવ સાથે ડેબ્યૂ ફિલ્મમાં રોમાન્સ કરતી જોવા મળશે ટીવીની આ જાણીતી એક્ટ્રેસ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2019 05:20 PM (IST)
1
મુંબઈ: મોની રોય, રાધિકા મદન, મૃણાલ ઠાકુર બાદ હવે ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ ફેમ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
2
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. દેવોલીના અજય દેવગનની ફિલ્મ‘હોગી પ્યાર કી જીત’ના સીક્વલમાં રાજકુમાર સાથે રોમાન્સ કરતી નજર આવશે.
3
4
આ પહેલા એવા અહેવાલ હતા કે દેવોલીનાને બિગ બૉસ 13માં પાર્ટિસિપેટ કરવા માટે અપ્રોચ કરવામાં આવી છે. પરંતુ તાજા ખબરો અનુસાર દેવોલીનાએ પોતાનો ઇરાદો બદલી નાખ્યો છે અને તે બિગ બૉસમાં જવાના બદલે બૉલિવૂડમાં એન્ટ્રી કરવા માંગે છે.
5
રિપોર્ટ્સ પ્રમાણે સ્ટાર પ્લસના શો સાથ નિભાના સાથિયામાં સંસ્કારી ગોપી બહૂની ભૂમિકાથી લોકપ્રિય બનેલી દેવોલીના હવે એક્ટર રાજકુમાર રાવની ઓપોઝિટ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.
6