પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરે અજીમ ખાન સાથે સગાઇ તોડી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક નોટ દ્રારા જાહેરાત કરી કે, તે અજીન ખાન સાથે લગ્ન નહીં કરે. તેમણે કહ્યું કે, ‘તે ક્યારેય અજીમ ખાનને નથી મળી. બસ માત્ર ફોન પર જ વાતચીત થઇ છે.
પાકિસ્તાની પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ ફિલ્મ હિન્દી મિડિયમમાં દિવંગત ઇરફાન ખાનની કો-સ્ટાર રહેલી સબા કમરે તેમની સગાઇ તોડી નાખી છે. તેમણે આ જાણકારી સોશિયલ મીડિયા દ્રારા આપી હતી.
સબા કમરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાંબી નોટ લખી છે. તેના દ્વારા તેમણે સગાઇ તૂટવાની જાણકારી આપી છે. સગાઇ તૂટવાથી તે ખૂબ ખુશ છે. નોટ સાથે તેમણે સ્માઇલી પણ પોસ્ટ કરી છે. તેમણે નોટમાં લખ્યું કે, ‘ હું મારી પર્સનલ લાઇફને લઇને મોટી વાત કહી રહી છું. હું કેટલાક પર્સનલ કારણોસર અજીમ ખાન સાથે સગાઇ તોડી રહી છું.
લોકો પાસેથી માગ્યો સપોર્ટ
સબાએ આગળ લખ્યું કે, “હવે અમે લગ્ન નથી કરી રહ્યાં. આશા છે કે, મારા આ નિર્ણય બાદ મને સૌ સપોર્ટ કરશો. જે હંમેશા કરતા આવ્યાં છો. ક્યારેય મોડુ નથી થઇ જતું. જ્યારે આપને સમય રહેતા હકીકતની જાણ થઇ જાય તો. હું એક વાત સ્પષ્ટ રી દેવા માંગુ છું, કે હું ક્યારેય અજીમ ખાન રૂબરૂ મળી નથી અમે ફોનથી જોડાયેલા હતા. મારા માટે આ ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. એ પણ વિતી જશે. ઇંશા અલ્લાહ આપ સૌને ખૂબ ખૂબ પ્યાર”
અજીમ ખાને રાખ્યો તેનો પક્ષ
તો અજીમ ખાને પણ સબાની આ પોસ્ટની પ્રતિક્રિયા આપી છે. તેમણે સબાની પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે, ‘સબાએ તેમના તરફની કોઇ સ્ટોરી તો જણાવી જ નથી. મારા પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. જો કે તે પાયાવિહોણો છે, ત્યારબાદથી હું રોજ વિવાદથી ઘેરાયેલો છું’