Canada Lockdown News: માત્ર ભારત જ નહીં વિશ્વના ઘણા દેશોમાં કોરોના (Coronavirus) બેકાબૂ બન્યો છે. અનેક દેશોમાં રસીકરણની (Corona Vaccination) શરૂઆત થઈ ગઈ હોવા છતાં કોરોનાના કેસની સંખ્યમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ દરમિયાન કેનેડાના (Canada) ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન (Ontario Lockdown) લાદી દેવામાં આવ્યું છે. ઓન્ટારિયો અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં ગુજરાતીઓની મોટી સંખ્યા છે.
માત્ર જરૂરી ચીજવસ્તુની દુકાન રહેશે ખુલ્લી
કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા (Ontario Corona Cases) વધવાને પગલે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે.માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર 50 ટકા લોકોને ખરીદી કરવાની તક આપવામાં આવશે. કેનેડામાં સારી એવી વસ્તી ધરાવતાં ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર નોંધાવા માંડયા છે.
બ્રાઝીલમાં હાલત બેકાબૂ
બ્રાઝીલમાં કોરોના (Brazil Corona Cases) બેકાબૂ બન્યો છે. અહીં એક જ દિવસમાં 91 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3769 લોકોના મોત થયા છે. માત્ર માર્ચ મહિનામાં જ 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાંસમાં પણ વધી રહ્યા છે દર્દીઓ
ફ્રાંસમાં એક જ દિવસમાં 50 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. એક જ દિવસમાં 308 લોકોના મોતથી દેશમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તુર્કીમાં પણ એક દિવસમાં 40 હજારથી વધારે નવા કેસ આવ્યા છે.
આજનું રાશિફળઃ આજે વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે, જાણો કેવો રહેશે તમારો દિવસ
અમદાવાદમાં કોરોનાનો આતંક, 15 હોસ્પિટલોમાં બેડ જ ખાલી નથી, 10 હોસ્પિટલમાં 2-4 બેડ ખાલી
અમેરિકન સંસદ બહાર કાર સવારે બે પોલીસ ઓફિસરને કચડ્યા, એકનું મોત, ફાયરિંગમાં હુમલાખોર ઠાર
Covid-19 Second Wave: દેશમાં કોરોનાની બીજી લહેર ક્યારે પીક પર પહોંચશે ? જાણો વિગતે
IPL 2021: કોરોના વકરતા આ મેદાન પર આઈપીએલના આયોજન પર છવાયા કાળા વાદળ, 8 ગ્રાઉન્ડમેનનો કોરોના પોઝિટિવ