દિગ્ગજ ફિલ્મ મેકર સાગર સરહદીએ ચાંદની, સિલસિલા, કભી કભી જેવી સુપરહિટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. સાગર સરહદીનું રવિવાર રાત્રે 11 અને 12 વાગ્યાની વચ્ચે  લાંબી બિમારી બાદ નિધન થઇ ગયું, ચાચા સાગરનો પાર્થિવ દેહ સાયન હોસ્પિટલ નજીકના શબદાહ ગૃહમાં રાખવામાં આવ્યો છે.


સાગર સરહદીનો જન્મ 11 મે 1933માં બફા પાકિસ્તાનમાં થયો હતો. તેઓ તેમનું ગામ અબટાબાદને છોડીને  પહેલે દિલ્લી કિંગ્સવે કેમ્પ અને પછી મુંબઇમાં ચાલીમાં રહ્યાં.ત્યારબાદ તેમણે સખત મહેનત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની આગવી ઓળખ બનાવી.


સાગર સરહદીને યશ ચોપડાની ફિલ્મ કભી કભીથી મળી હતી. આ ફિલ્મમાં રાખી અને અમિતાભ છે.


ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ડાયરેક્શનમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, ફારૂખ શેખ અને નસૂરૂદદીન શાહ છે. ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી.  આ ફિલ્મ ઇન્ડિય ક્લાસિક માનવામાં આવે છે. તેઓ આ ફિલ્મના નિર્માતા, નિર્દશક અને રાઇટર હતા.


તેમણે ફિલ્મ નૂરી (1979); સિલસિલા (1981),ચાંદની(1989), રંગ(1993), જિંદગી (1976); કર્મયોગી, કહો ના પ્યાર હૈ, કારોબાર, બાજાર અને ચૌસર જેવી હિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.
સરહદીના નિધન પર ફિલ્મ અભિનેતા જેકી શ્રોંફે ઇન્સ્ટ્રાગ્રામ પર સાગર સરહદીની તસવીર શેર કરીને શોક પ્રગટ કર્યો છે. તેમણે લખ્યું. RIP ડાયરેક્ટર હંસલ મહેતાએ પણ શોક પ્રગટ કર્યો. તેમણે લખ્યું ‘તેમ યાદ બહુ આવશો’